જામનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નં. 4 માં ભાજપ ‘જાયન્ટ કિલર’, માડમ પરિવારના દબદબાને અંત

પહેલી વખત માડમ પરિવાર સિવાયના ઉમેદવારો જીત્યા જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી ભાજપની પેનલે ઐતિહાસિક જીત નોંધાવી છે, અને વર્ષોથી ચાલતા માડમ પરિવારના…

પહેલી વખત માડમ પરિવાર સિવાયના ઉમેદવારો જીત્યા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી ભાજપની પેનલે ઐતિહાસિક જીત નોંધાવી છે, અને વર્ષોથી ચાલતા માડમ પરિવારના રાજકીય દબદબાને અંત આપ્યો છે. આ વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારો વિજયી બનતા તેઓ ‘જાયન્ટ કિલર’ તરીકે સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની રચના બાદથી આ વિસ્તારમાં માડમ પરિવારનો પ્રભાવ રહ્યો હતો. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોમાંથી માડમ પરિવાર સાથે સંકળાયેલા ઉમેદવારો જીતતા આવ્યા હતા, જેના કારણે આ વોર્ડ તેમની મજબૂત ગઢ તરીકે ઓળખાતો હતો.

પરંતુ આ વખતે મતદારોને બદલાવ પસંદ કર્યો અને પરંપરાગત સમીકરણોને તોડી ભાજપના ઉમેદવારોને બહુમતીથી જીત અપાવી. પરિણામે વર્ષોથી ચાલતી રાજકીય પરંપરા તૂટી ગઈ છે અને નવા નેતૃત્વને તક મળી છે.

આ જીત ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તે માત્ર વિજય જ નહીં પરંતુ પ્રબળ રાજકીય પ્રભાવ સામે મેળવેલી સફળતા તરીકે પણ જોવામાં આવી રહી છે. વોર્ડ નંબર 4 ના આ પરિણામોએ સમગ્ર શહેરમાં રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે.