ક્રાઇમ
જામકંડોરાણામાં પિતાના ગળે છરી મુકી ચેક લખાવી લીધા
દેશભરમાં મહામુસીબત સમાન મોંઘવારી નામનો દાનવ મોં ફાડીને માથું ઉંચકી રહ્યો છે પરીસ્થીતી નબળી ઉંચા શોખ દેખાદેખીમાં મહામુલી માનવ જીવન મોંઘવારી રૂૂપી દાનવ ખપ્પરમાં હોમાઈ રહ્યું છે 10% થી 20% સુધી વ્યાજ રૂૂપિયા વ્યાજખોરો પાસે થી લઈને બચવા માનવી મથામણ કરે છે આ વ્યાજ ચક્ર ના ભમ્મર એકવાર ફસાઈ ગયા પછી ઊંચા દરના વ્યાજનું ચુકવણું થતું નથી અને પછી નાદારીની સ્થિતિ આવીને ઊભી રહે છે અથવા તો તેઓ માનસિક દબાણ હેઠળ આવીને કોઈ અનિચ્છનિય પગલું ઉઠાવે છે.
ત્યારે ગુજરાતભરમાં પોલીસ લોકદરબાર ભરીને ગેરકાયદે વ્યાજ વસૂલતા વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવા વ્યાજખોરોની શાન ઠેકાણે લાવવા એક સફળ અભિયાન ચલાવી રહી છે. દીલ થી સલામ છે ગુજરાતની પોલીસને કંઈક આવો જ બનાવ જામકંડોરણા પોલીસ દફતર નોંધાયો.આ અંગે ની જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં થી મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના જસાપર ગામે રહેતા અમીતભાઈ બાબુભાઈ માવાણીએ ફ્રેબીકેસન ના ધંધાર્થે 2021માં વિજયભાઈ ઘેડ પાસે થી 4 લાખ રૂૂપિયા 4% લીધા હતાં જે અમીતભાઈ પાસે થી 3 લાખ 60 હજાર વ્યાજ લઈ વધુ વ્યાજની માંગણી કરી હતી 300રૂૂપીયાના સ્ટેમ્પ માં 6લાખ 50 હજારની નોટરી કરાવી ને બેંક ઓફ બરોડા ના ચાર ચેક લઈ ગયા હતા ત્યારે બાદ અમીતભાઈ ના ઘરે આવીને વ્યાજ ની માંગ કરી હતી છરી કાઢીને અમીતભાઈના પિતા બાબુભાઈ માવાણીનું ગળું દબાવીને આર.ડી.સી બેંક ના બે ચેક બળજબરી પૂર્વક સાઈન કરાવી ને લઈ ગયા હતા જ્યારે જયરાજસિંહ જાડેજા (ઓફિસ ભાદરા ના નાકે) પાસેથી 30 હજાર રૂૂપિયા 10% લેખે વ્યાજ આપી બેંક ઓફ બરોડા નો એક ચેક પાંચ મહિનાનું 15હજાર રૂૂપિયા આપ્યા છતાં જયરાજસિંહ જાડેજા એ અમિત ના ઘરે જઈને 30 હજારની માંગણી કરી હોવાનું હોવાનું ફરીયાદમા જણાવ્યું હતું.
જ્યારે દિવ્યેશ રામાનુજ હસ્તે શક્તિ દરબાર (ઓફિસ ભાદરા ના નાકાં પાસે પીળી મેડી) પાસે થી આશરે દોઢેક વર્ષ પહેલાં 15 ટકા લેખે 20 હજાર રૂૂપિયા લીધા હતા તેને ચાર મહીના નું 12 હજાર રૂૂપિયા ચુકવેલ હતાં 8 મહિના પહેલાં ખજુરડા ની ચોકડી પાસે આવેલ ક્રિકેટ મેદાનમાં વ્યાજ ની માંગણી કરી હતી મેં કહેલ કે હાલ માંરી પાસે પૈસા નથી તો દશ પંદર દિવસમાં પૈસા આપી દેજે તેમ કહીને બે ફડાકા ઝીંકી લીધા હતા જામકંડોરણા ના ધોરાજી ના નાકાં પાસે રહેતો મુસ્તાક કડીવાલ પાસે થી 20 ટકા લેખે આસરે દોઢેક વર્ષ પહેલાં 20 હજાર લીધાં હતાં મહિને 4 હજાર વ્યાજ ચૂકવવાની વાત થઈ હતી મુસ્તાક કડીવાલ બેંક ઓફ બરોડા ના ત્રણ કોરા ચેક સહી કરેલા આપેલા હતાં પહેલાં મહિને મારી પાસે વ્યાજ માગ્યું હતું અમિત પાસે પૈસા ન હોવાથી પૈસા આપેલ ન હતાં મુળ રકમ અને વ્યાજ સહીત એક દોઢ મહિના પહેલાં અમિત ના કુટુંબીક ભાઈ પરેશભાઈ માવાણી ને મુસ્તાક કડીવાલ કહેલ કે તારાં ભાઈને કહેજે કે નવ લાખ રૂૂપિયા નું વ્યાજ થઈ ગયું છે ક્યારે પૈસા દેવાના છે.
આજ થી અગીયાર મહિના પહેલાં જામકંડોરણા ના બોરીયા ગામે રહેતો જયેશ રાઠોડ પાસે થી 10 ટકા લેખે 15હજાર રૂૂપિયા લીધા હતા તેનાં બદલામાં બેંક ઓફ બરોડા ના સહી કરેલા બે કોરા ચેક આપ્યા હતા પાંચ મહિનાનું 10 ટકા લેખે 7.5હજાર રૂૂપિયા ચુકવ્યા હતાં ત્યારે બાદ આ બધાં મારી અમીતભાઈ પાસે મુળ રકમ અને વ્યાજ ની ઉઘરાણી કરતાં હતાં મોબાઈલ સ્વીચ ઓફ કરી ને તેવો કાલાવડ જતાં રહ્યાં હતાં આ વ્યાજખોરો તેમના પિતા બાબુભાઈ પાસે ઉઘરાણી કરતાં અમીતભાઈ માવાણી જામકંડોરણા પોલીસ સ્ટેશન પાંચ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી હાલ જામકંડોરણા પોલીસ સ્ટેશન માંથી જાણવા મળ્યું કે વિજયભાઈ ઘેડ તથા મુસ્તાક કડીવાલની જામકંડોરણા પોલીસ પુછપરછ કરી રહ્યા છે.