રાષ્ટ્રીય

હરિયાણા ઈલેક્શન, ભાજપ બેઠકોમાં આગળ પણ વોટશેર વધુ કોંગ્રેસનો

Published

on

પ્રારંભિક તબક્કે કોંગ્રેસ આગળ રહ્યા બાદ બાજી પલટાઈ

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટી 48 બેઠકો પર આગળ છે. તે જ સમયે, કોંગ્રેસ હાલમાં 33 બેઠકો પર આગળ છે.


ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ તાજેતરના આંકડા મુજબ ભાજપે હાલમાં બહુમતનો આંકડો પાર કરી લીધો છે. જો કે, હરિયાણાના અત્યાર સુધીના ટ્રેન્ડમાં એક રસપ્રદ હકીકત પણ જોવા મળી હતી.
અહીં ભાજપ ચોક્કસપણે વધુ બેઠકો મેળવશે તેમ જણાય છે, પરંતુ વોટ શેરનો મોટો હિસ્સો કોંગ્રેસના ખાતામાં જાય છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ભાજપને અત્યાર સુધીમાં 39 ટકા મત મળ્યા છે અને તે 49 બેઠકો પર આગળ છે. તેના જવાબમાં કોંગ્રેસને અત્યાર સુધીમાં 40.24 ટકા વોટ મળ્યા છે, પરંતુ તે માત્ર 35 સીટો પર આગળ ચાલી રહી છે.

ચૂંટણી પંચના મતે બપોરે 12 વાગ્યા સુધી વોટ શેરપાર્ટી વોટ શેર (ટકામાં) આપ 1.57 ભાજપ 39.00 બસપા 1.62ભાશ 0.01ઈઙઈં (ખ) 0.28 કોંગ્રેસ 40.24 આઈએનએલડી 5.04 જેએનજેપી 0.80 એનસીપી 0.00ક્ષક્ષભાતા 0.05 નોટા 0.39 અન્ય 11.00 પ્રારંભિક વલણમાં કોંગ્રેસ ભાજપ કરતાં આગળ જોવા મળી હતી.
એક સમયે કોંગ્રેસ લગભગ 60 સીટો પર લીડ પર હતી. સો મિનિટમાં જ પરિસ્થિતિ પલટાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. ટ્રેન્ડમાં ભાજપ આગળ હતું. સવારે 10:10 વાગ્યે ચૂંટણી પંચના વલણોમાં પણ ભાજપને બહુમતી મળી હતી.


ચૂંટણી પંચના અત્યાર સુધીના આંકડાઓ જુઓ ભારતીય જનતા પાર્ટી 49 બેઠકો પર, કોંગ્રેસ 35 પર, ઇન્ડિયન નેશનલ લોકદળ (ઈંગકઉ) અને બસપા એક-એક બેઠક પર આગળ છે. આ સિવાય ચાર બેઠકો પર અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version