ગુજરાત
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્ર્ને પંજાબ-હરિયાણા જેવું આંદોલન કરાશે
કેશોદ નજીક આવેલા બામણાસા ગામે કોગ્રેસના ખેડુત આગેવાન પાલભાઈ આંબલીયાની આગેવાની હેઠળ ખેડુતોની સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા મહા પંચાયત યોજવામાં આવી હતી. કેશોદના બામણાસા ગામે વેરાવરી માતાજીના મંદિરના પટાંગણમાં રાજયભરના ખેડુત આગેવાનો હાજર રહીને ઘેડ પંથકમાં અતિવૃષ્ટિ, નદીઓમાં ઘોડાપુર આવતાં પાળા તુટી જવાથી ખેતરોમાં થતું ધોવાણ ત્થા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં તૈયાર પાકને પારાવાર નુકસાન થયેલ છે જે બાબતે ખેડૂતોના પ્રશ્ર્નોને વાચા આપવા સરકાર સમક્ષ રજુઆત કરવા ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ ઉપસ્થિત રહી ગીર પંથકમાં ઈકો ઝોન હટાવવા ઉપરાંત ઘેડ પંથકમાં અતિવૃષ્ટિથી ખેડુતોને આર્થિક નુકસાન અને પશુપાલન માટે ઘાસચારાની સમસ્યાઓ સર્જાઈ છે એનો ઉકેલ લાવવા પેકેજ જાહેર કરવા માંગણી કરવા માટે સમિતિ બનાવવામાં આવેલ છે.
સયુંકત કિશાન મોરચો ગુજરાત અને ઘેડ વિકાસ સમિતિ આયોજિત ખેડૂત મહા પંચાયતમાં પાક ધિરાણ દેવા માફી અંગે આગળની રણનિતી નક્કી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કિશાન મોરચાના ક્ધવીનર યોગેન્દ્ર યાદવ,બજરંગ મુનીયા, ગોપાલ ઈટાલિયા, ઈસુદાન ગઢવી સહિત આગેવાનો ઉપસ્થિત રહી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો પ્રત્યે દાખવવામાં આવતાં અન્યાયની ચર્ચા કરી આવનારા દિવસોમાં પંજાબ હરિયાણા જેવું લડાયક આંદોલન કરવા તૈયાર રહેવા હાકલ કરી હતી. જાણકારોના માનવા પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે કોગ્રેસ સાથે રહી ઈન્ડિયા ગઠબંધન ખેડૂતોની સમસ્યાઓ લઈને પગપેસારો કરવામાંથી રહ્યું છે.
બજરંગ પુનિયાએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા હું એક ખેડૂત પુત્ર છું. પહેલીવાર જ્યારે 2020 માં ખેડૂત આંદોલન શરૂૂ કરવામાં આવ્યું હતું ત્યારે પણ હું ખેડૂતો સાથે જ હતો. ખેડૂતની સમસ્યા એ માત્ર ગુજરાત કે જૂનાગઢની સમસ્યા નથી આ સમસ્યા આખા દેશમાં છે. ખેડૂત પોતાના હક માટે જે આજે અવાજ ઉઠાવી રહ્યો છે ત્યારે આ પહેલી સરકાર છે કે જે ખેડૂતોને આતંકવાદી બોલી રહી છે. સરકાર સામે ખેડૂત,ખેલાડી કે જવાન ને આતંકવાદી ખાલીસ્તાની કહે છે. મને અહીં આવી જાણવા મળ્યું કે અહીંના ખેડૂતોને પૂર , કમોસમી વરસાદ અને અન્ય સમસ્યાઓ છે. સરકાર સામે જે લડાઈ ખેડૂતો લડી શકે છે તે માત્ર ખેડૂતો જ લડી શકે છે બીજું કોઈ લડી શકે નહીં.
બજરંગ પુનિયાએ વધુમાં જણાવ્યું કે, આપણા દેશને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે તેમ છતાં પણ ખેડૂતોને પોતાના પાકનું યોગ્ય વળતર મળતું નથી. જ્યારે ચૂંટણી યોજાય છે ત્યારે મોટા મોટા વાયદાઓ કરી ત્યારબાદ ગાયબ થઈ જાય છે. જેને લઇ આજે પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
જ્યારે પંજાબ અને હરિયાણા બોર્ડર પર ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યુ હતું ત્યારે દીકરીઓને લાકડીઓ મારવામાં આવી રહી છે. ત્યારે હું એક ખેલાડી તરીકે કહી રહ્યો છું કે જ્યારે આપણી દીકરી કોઈ રમતમાં એવોર્ડ કે સન્માન મેળવે છે ત્યારે તે દેશની દીકરી બની જાય છે. આ દીકરીઓ જ્યારે જંતર મંતર મેદાનમાં આંદોલન કરી હતી. ત્યારે તેને ખબર પૂછનાર કોઈ ન હતું રહી હતી ત્યારે તેની ખબર પૂછનાર કોઈ નહોતું.સંયુક્ત કિસાન મોરચાના સંયોજક યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, સંયુક્ત કિસાન મોરચા અને ઘેડ વિકાસ સમિતિ દ્વારા યોજવામાં આવેલ ખેડૂત મહાપંચાયતમાં એક વાત નક્કી કરી દીધી છે કે જેને ગુજરાત મોડલ કરીને આખા દેશમાં બતાવવામાં આવી રહ્યું છે. આ મોદીનું મોડલ છે ખેડૂતનું કે મજૂરનું મોડલ નથી.
મને જોઈને ઘણું દુ:ખ થયું કે અહીં ઝેર વિસ્તારની ખૂબ જ કપરી પરિસ્થિતિ છે. જે રીતે વિકાસના નામ પર યોજનાઓ આવી છે તેના કારણે ખેડૂતોનો વિનાશ થયો છે. તે મામલે ગુજરાત સરકાર ઘણી અસંવેદનશીલ છે. પ્રધાનમંત્રી દ્વારા ફસલ વીમા યોજના ચાર વર્ષ પહેલા જ બંધ કરી દીધી છે. પરંતુ ચાર વર્ષથી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂૂ કરવામાં આવી છે જેનો એક રૂૂપિયો પણ ખેડૂતોને મળ્યો નથી. ત્યારે પ્રધાનમંત્રીના પ્રદેશમાં જ ખેડૂતને મગફળીનો પૂરતો ભાવ મળ્યો નથી. ત્યારે ગુજરાતના લોકો અને ખાસ કરીને ઘેડ પંથકના લોકો પોતાનું અલગ મોડેલ બનાવશેત્યારે ઇકો ઝોનના નામ ઉપર અહીં જે થઈ રહ્યું છે તે આખી દુનિયાના અનુભવ કહે છે કે વન વિભાગ ક્યારેય પણ જંગલને બચાવી શકે નહીં. જંગલ પર્યાવરણ અને સિંહ ત્યારે જ બચી શકે જ્યારે ખેડૂત અને માલધારી બચી શકે. ત્યારે ખેડૂતો અને માલધારીઓને કનડગત કરી જંગલ બચાવી શકાય નહીં. અને આ વાત ગુજરાત સરકારને સમજમાં નથી આવતી તે ખૂબ દુ:ખની વાત છે.