ગોંડલમાં પત્નીએ પ્રેમી સાથે મળી વેપારીનું માથું ફાડી નાખ્યું, ગંભીર સ્થિતિ

પડોશી સાથેના પ્રેમ સંબંધમાં ત્રાસ આપતા રાત્રીના અંધારામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ ગોંડલના વેપારી ઉપર ડૈયા ગામે નદીના કાંઠે ઘાતક હથિયારો વડે જીવલેણ…

પડોશી સાથેના પ્રેમ સંબંધમાં ત્રાસ આપતા રાત્રીના અંધારામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

ગોંડલના વેપારી ઉપર ડૈયા ગામે નદીના કાંઠે ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસના બનાવનો ભેદ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ઉકેલી નાખી વેપારીની હત્યાનો પ્રયાસ કરનાર તેની પત્ની અને પત્નીના પ્રેમીને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલના દેવપરા વિસ્તારમાં આવેલી ખાંટકા શેરીમાં રહેતા અને મોવયા રોડ પર પ્રોવઝન સ્ટોર ચલાવતા જુનેદભાઈ ઇબ્રાહીમભાઇ કબીર (ઉ.વ. 33), ડૈયા ગામની નદીના કાંઠે લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ હુમલો ક્યા કારણોસર અને કોણે કર્યો તે બાબતે શરૂૂઆતમાં આ હુમલો કોઈ લૂંટ અથવા અંગત અદાવતમાં થયો હોવાની આશંકા સેવાતી હતી. પરંતુ પોલીસે જ્યારે કડીઓ જોડી, ત્યારે તપાસની સોય વેપારીના ઘર તરફ જ અટકી હતી.

ગોંડલ પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ તપાસ કરતા જાણવા મળ્યુ કે, જુનેદની પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતના ઘાટ ઉતારવાનું લોહિયાળ કાવતરું ઘડ્યું હતું. એલસીબી એ આ ગુનામાં જુનેદની પત્ની નામીયા જુનેદભાઇ ઇબ્રાહીમભાઇ કબીર અને તેના પ્રેમી મુળ ગામ વેકરી ગામના અને હાલ પાડોશમાં હારુનભાઇ ગ્રીલ વાળાના મકાનમાં ભાડેથી રહેતા આશીફભાઇ સતારભાઇ ડેલાની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, જુનેદ ઇબ્રાહીમભાઇ કબીર ની પત્ની નામીયા ને તેમના પાડોશ માં રહેતા આશીફભાઇ સતારભાઇ ડેલા નામના માણસ સાથે પ્રેમ સબંધ હોવાની માહીતી મળતા આશીફભાઇ સતારભાઇ ડેલા ની યુક્તિ-પ્રયુક્તિ થી પુછપરછ કરતા મજકુરે પોતાને નામીયા સાથે પ્રેમ સબંધ હોય અને જુનેદ નામીયાને ખુબજ ત્રાસ આપતો હોય અને માર મારતો હોય જેથી જુનેદ થી કંટાળી ગયેલ હોય અને આશીફ તથા નામીયા બન્ને ને નિકાહ કરવા હોય જેથી નામીયા તથા આશીફ બન્નેએ મળી જુનેદનો રસ્તો કરવા કાવત્રુ રચેલ અને આશીફ એ જુનેદને પૈસા કમાવવાની લાલચ આપી ડૈયા ગામની સીમમાં લઇ ગયો હતો.

અને ઇદગાહ વાળા રસ્તે નદીકાંઠે રાત્રીના સમયે લઇ જઇ મારી નાખવાના ઇરાદે માથામા પત્થરના ઘા મારી ગંભીર ઇજાઓ કરેલ હતી. રાજકોટ ગ્રામ્યના એલ.સી.બી.ના પી.આઈ જે.પી.રાવ, પીએસઆઈ એચ.સી.ગોહિલ, કે.એમ.ચાવડા, આર.વી.ભીમાણી, પી.એન. ભરવાડ, એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા,પ્રહલાદસિંહ રાઠોડ , ધર્મેન્દ્રભાઇ ચાવડા , ભારતીબા સરવૈયા ,ભાવેશભાઇ મકવાણા , વિજયભાઇ સિંહાર , વિજયભાઇ ખડીયા , રણજીતભાઇ બોરડે કામગીરી કરી હતી.