ગોંડલના દેવચડી ગામે પુત્ર અને પુત્રવધૂએ ઘરેથી કાઢી મૂકતા પ્રૌઢાએ કર્યુ વિષપાન

ગોંડલના દેવચડી ગામે પુત્ર અને પુત્રવધુએ ઘરેણા અને મકાન પચાવી પાડી છેલ્લા ચાર દિવસથી ઘરેથી કાઢી મુકયા હોવાના આરોપ સાથે પ્રૌઢાએ ઝેરી દવા પી લીધી…

ગોંડલના દેવચડી ગામે પુત્ર અને પુત્રવધુએ ઘરેણા અને મકાન પચાવી પાડી છેલ્લા ચાર દિવસથી ઘરેથી કાઢી મુકયા હોવાના આરોપ સાથે પ્રૌઢાએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના દેવચડી ગામે રહેતા લીલાબેન રવજીભાઇ ચાંડપા નામના 53 વર્ષના પ્રૌઢા પોતાના ગામમાં હતા. ત્યારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢાને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપછરમાં લીલાબેન ચાંડપાએ આક્ષેપ કર્યો છે કે, તેના પુત્ર રાહુલ અને સંદિપ તેમજ રાહુલની પત્ની જયશ્રીબેન ત્રાસ આપી મારકૂટ કરે છે અને ચાર દિવસ પહેલા પુત્ર અને પુત્રવધુએ દાગીના અને મકાન પચાવી પાડી માર મારી ઘરેથી કાઢી મુકતા ઝેરી પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપના પગલે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.