કોટડાસાંગાણીના ભાડવા ગામે વૃધ્ધાને શ્ર્વાને બચકા ભર્યા

લોહી-લુહાણ હાલતમાં વૃધ્ધાને સારવારમાં ખસેડાયા; અન્ય પાંચેક વ્યક્તિને કૂતરૂ કરડયાનું વૃધ્ધાનું કથન કોટડાસાંગાણીના ભાડવા ગામે શ્ર્વાને આતંક મચાવ્યો હોય તેમ પાંચથી છ જેટલા લોકોને બચકા…

લોહી-લુહાણ હાલતમાં વૃધ્ધાને સારવારમાં ખસેડાયા; અન્ય પાંચેક વ્યક્તિને કૂતરૂ કરડયાનું વૃધ્ધાનું કથન

કોટડાસાંગાણીના ભાડવા ગામે શ્ર્વાને આતંક મચાવ્યો હોય તેમ પાંચથી છ જેટલા લોકોને બચકા ભર્યા હતાં. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાને લોહીલાહાણ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણીના ભાડવા ગામે રહેતાં લાભુબેન નથુભાઈ સખીયા નામના 85 વર્ષના વૃધ્ધા રાત્રીનાં આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતાં ત્યારે શ્ર્વાને લાભુબેન સખીયા પર એટેક કરી મોંઢે અને શરીરે બચકા ભરી લીધા હતાં.

ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધાને લોહી લુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં લાભુબેન સખીયાના પત્ની નથુભાઈ સખીયા હયાત નથી અને વૃધ્ધાને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. લાભુબેન સખીયા પોતાના ઘર પાસે હતાં ત્યારે શ્ર્વાને બચકા ભરી લોહી લુહાણ કર્યા હોવાનું અને અન્ય પાંચ થી છ લોકોને બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.