Site icon Gujarat Mirror

ભાજપ સંગઠનની શનિવારે અગત્યની બેઠક

ભાજપનું સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે. તે હવે અંતિમ તબક્કામાં છે, એટલે કે સંગઠન પર્વનો પ્રથમ તબક્કો પ્રાથમિક સદસ્યતા અભિયાનનો, ત્યારબાદ બીજા તબક્કો સક્રિય સદસ્યતા અભિયાનનો અને ત્રીજો તબક્કામાં ભાજપના સંગઠનના મંડળ, વોર્ડ પ્રમુખ, જિલ્લા સંગઠનની નિયુક્તિનો હોય છે. જે અંતર્ગત હાલ તો ત્રીજા તબક્કામાં ભાજપના વોર્ડ પ્રમુખોની નિયુક્તિ બાદ હવે મંડળ પ્રમુખો નિયુક્ત કરવામાં આવ્યા છે.

સમગ્ર રાજ્યમાં ભાજપના કુલ 580 મંડળો છે. ભાજપ તાલુકા અને મોટા શહેરોના પ્રમુખો મંડળ પ્રમુખ તરીકે ઓળખે છે. જે મુજબ મંડળ પ્રમુખોની નિયુક્તિનો દોર શરૂૂ થઈ ચૂક્યો છે. છેલ્લા બે દિવસથી પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓના તાલુકા પ્રમુખ તેમજ નગરપાલિકાના શહેર પ્રમુખની નિયુક્તિનો દોર ચાલી રહ્યો છે.

હાલ મધ્ય ગુજરાતના પંચમહાલ, સુરત, છોટાઉદેપુર, દાહોદ તો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના તાલુકા નવસારી, સુરત શહેરના વોર્ડ પ્રમુખો, વલસાડ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તો સૌરાષ્ટ્રમાં આવતા અમરેલી, ભાવનગર, જામનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ, મોરબી તેમજ કચ્છ અને અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ તાલુકાઓ, મંડળ પ્રમુખો તેમજ નગર પ્રમુખોની નિયુક્તિ સાથે અંદાજે 580 મંડળ પ્રમુખોમાંથી મોટાભાગના મંડળ પ્રમુખોની નિયુક્તિ થઈ ચૂકી છે.

આગામી બે દિવસમાં પ્રમુખોની નિયુક્તિ પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી વેગવાન બની છે. કેમ કે, તાલુકા પ્રમુખો એટલે કે મંડળ પ્રમુખો બાદ હવે જિલ્લા પ્રમુખોની નિયુક્તિનો દોર શરૂૂ થવાનો છે. જે માટે પ્રદેશ ભાજપની 28 ડિસેમ્બરે એક બૃહદ બેઠક યોજવાની છે. જેમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો તેમજ ધારાસભ્યો, વર્તમાન જિલ્લા પ્રમુખો, સંગઠન પર્વમાં નિયુક્ત કરેલા ચૂંટણી અધિકારીઓની હાજરીમાં બેઠક મળવાની છે.

ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં ગુજરાતના 33 જિલ્લા અને 9 મહાનગર પ્રમુખોની નિયુક્તિ દોર માટે મંથન થશે. જે અંગે વાત કરતા પ્રદેશ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, હાલ સંગઠન પર્વની કામગીરી મુજબ ગુજરાતના 580 મંડળ પ્રમુખોમાંથી 70 ટકા નિયુક્તિ પૂર્ણ કરીને આગામી દિવસોમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ માટે પ્રદેશ ભાજપની બેઠક 28 ડિસેમ્બરે યોજાશે જેમાં જિલ્લા પ્રમુખોની નિયુક્તિ અંગે તારીખ અને રોડ મેપ જાહેર થશે. આમ ભાજપના મંડળ પ્રમુખો બાદ જિલ્લા પ્રમુખો બાદ પ્રદેશ પ્રમુખ નિયુક્ત થશે.

Exit mobile version