ગુજરાત

વીમો-પીયુસી નહીં હોય તો ટોલનાકે મેમો ફાટશે

Published

on

RTO અને ફાસ્ટટેગનો ડેટા ભેગો કરાશે, દંડ ન ભરે તો છઝઘમાં ઓનલાઇન અરજી પણ નહીં થઇ શકે


ગુજરાત હાલ રોકેટ ગતિએ આગળ ધપી રહ્યું છે. એવામાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વાહનોની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. જેને પગલે ટ્રાફિક નિયમન એક મોટો યક્ષ પ્રશ્ન બન્યો છે. ત્યારે હવે વાહન ચાલકો માટે એક મોટી ખબર સામે આવી છે. હવે ટોલ પ્લાઝા પર મુકેલા સીસીટીવી કેમેરાથી પણ મેમો ફાડવામાં આવશે.


અકસ્માતના વળતરનો એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસની સુનાવણીમાં ટ્રાફિકની સમસ્યા, આરટીઓને પડતી હાલાકી અને નિયમોના પાલન સુધી સુનાવણીનું વિસ્તારણ કરવામાં આવ્યું હતું. ગત સુનાવણીમાં ઓથોરિટીના અધિકારીઓને હાજર રાખીને કોર્ટે ફિલ્ડ ઉપર કામગીરી બતાવવા તેમજ ભવિષ્યના પ્લાનિંગની વાત કરી હતી. ત્યારે વાહન બાબતે પોલીસ અને આરટીઓ દ્વારા ફ્યુચર પ્લાન મૂકાયો હતો.
ટોલટેક્સ ઉપર જેવી રીતે ફાસ્ટ ટેગથી રોડ ટેક્સ કપાઈ જાય છે. તેવી રીતે ગાડીઓના નંબર સ્કેન થશે અને જો તેમની પાસે થર્ડ પાર્ટી વીમો, પીયુસી વગેરે મંજૂરીઓ કે દસ્તાવેજો નહીં હોય તો તેમને મેમો આવશે. જેનો દંડ નહીં ભરે ત્યાં સુધી આરટીઓની વેબસાઈટ ઉપર ઓનલાઈન સુવિધા તેને લાભ નહીં મળે. 18 સપ્ટેમ્બરે યોજાયેલી સુનાવણીમાં સરકારી વકીલે હાઈકોર્ટ સમક્ષ આપેલા જવાબમાં આ માહિતી આપી હતી.


સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરટીઓ અને પોલીસ આખા રાજ્યમાં વ્યવસ્થાઓમાં સુધાર કરી રહી છે. ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. બંને વિભાગે કરેલી કામગીરીની વિગતો હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. સાથે જ હાઇકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, ટોલટેક્સ ઉપર જેવી રીતે ફાસ્ટ ટેગથી રોડ ટેક્સ કપાઈ જાય છે. તેવી રીતે હવે કેમેરા મારફતે ગાડીઓના નંબર સ્કેન થશે અને જો તેમની પાસે થર્ડ પાર્ટી વીમો, પીયુસી વગેરે મંજૂરીઓ કે દસ્તાવેજો નહીં હોય તો તેમને મેમો આવશે.

એજન્ટ રાજ બંધ કરવા RTO કચેરીમાં સીસીટીવી મુકાશે

જ્યાં સુધી આ દસ્તાવેજો નહીં હોય અને દંડ ભરવામાં નહીં આવે, ત્યાં સુધી આરટીઓની વેબસાઈટ ઉપર ઓનલાઈન સુવિધા તેવા વ્યક્તિને ઉપલબ્ધ થશે નહીં. વળી આરટીઓમાં એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ શરૂૂ થવાની છે. જેના કેમેરા દ્વારા આવતાં જતાં લોકોને જોઈ શકાશે. જેને લઈને એજન્ટ પ્રથા નાબૂદ થઈ શકશે. પોલીસ સ્ટેશન બાદ હવે રાજયની તમામ આરટીઓ કચેરીઓમાં પણ સીસીટીવી કેમેરા મુકાશે. જેને કારણે કચેરીમાં એજન્ટ છે કે સામાન્ય અરજદાર તે ખબર પડી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version