મોહમ્મદ શમી ચૂંંટણી લડશે તો હું તેની સામે મેદાનમાં ઉતરીશ, પત્ની હસીનજહાન

શમી અને તેના પરિવારની દોલતનો ઘમંડ તોડવા મેદાનમાં ઉતરશે ક્રિકેટર મોહમ્મદ શમીની રાજકીય એન્ટ્રીની ચર્ચાઓ વચ્ચે તેમની પત્ની હસીન જહાંએ પણ ચૂંટણી લડવાની વાત કરી…

શમી અને તેના પરિવારની દોલતનો ઘમંડ તોડવા મેદાનમાં ઉતરશે

ક્રિકેટર મોહમ્મદ શમીની રાજકીય એન્ટ્રીની ચર્ચાઓ વચ્ચે તેમની પત્ની હસીન જહાંએ પણ ચૂંટણી લડવાની વાત કરી છે. હસીન જહાંએ કહ્યું છે કે જો શમી અથવા તેમના મોટા ભાઈ હસીબ ચૂંટણી લડશે તો તેઓ પણ ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે તેમનો હેતુ શમી અને તેમના પરિવારની દોલતના ઘમંડને તોડવાનો રહેશે.

મોહમ્મદ શમીએ તાજેતરમાં રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. જયંત ચૌધરીએ પણ મુલાકાતની તસવીર જાહેર કરી હતી. ત્યારબાદ શમી ઉત્તર પ્રદેશની અમરોહા બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવી અટકળો તેજ થઈ હતી. જોકે શમી અથવા તેમના પરિવાર તરફથી ચૂંટણી લડવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

હસીન જહાંએ દાવો કર્યો છે કે શમીના પરિવાર સાથે જોડાયેલા વિવાદોથી ધ્યાન હટાવવા માટે રાજકારણમાં પ્રવેશની ચર્ચા ઉભી કરવામાં આવી રહી છે. તેમણે શમી અને તેમના પરિવાર અંગે અનેક આક્ષેપો પણ કર્યા છે. હસીન જહાંએ એવો પણ દાવો કર્યો છે કે છેલ્લા 1 મહિનાથી શમીએ તેમની પુત્રીના ખર્ચ માટે રકમ આપી નથી. તેમના જણાવ્યા મુજબ શાળા, ટ્યુશન અને અન્ય જરૂૂરી ખર્ચ પૂરો કરવામાં તેમને મુશ્કેલી પડી રહી છે.