ગુજરાત
હિન્દુઓ વિવાદોથી મુક્ત બની એક બનશે તો દેશ મજબૂત બનશે : શંકરાચાર્ય
ગોંડલના દરબારગઢ ખાતે યોજાઈ ધર્મસભા
ગોંડલ રાજવી પરિવારના મહેમાન બનેલા જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ ની દરબારગઢ માં યોજાયેલી ધર્મસભા માં તેમણે કહ્યુ કે હિન્દુત્વ મજબુત બનવું જોઈએ, હિન્દુઓ એકજૂટ બનશે તોજ દેશ મજબુત બનશે.દેશવાસીઓ એ વિવાદો થી મુક્ત બની એક બનવુ જરુરી છે.તો જ એકતા અખંડીતા કાયમ બનશે.
જગદગુરુ એ કહ્યુ કે વિશ્ર્વ માં ભારત ની સંસ્કૃતી મહાન છે.વિશ્રવનાં લોકો તેને નમસ્કાર કરેછે.સંસ્કૃતી સુરક્ષિત રહેવી જોઈએ. મનુષ્ય ની સુખ ની પ્રાપ્તી માટેની ઝંખના અંગે તેમણે કહ્યુ કે મનુષ્ય પરમાત્મા ને જાણવાનો પ્રયાસ નથી કરતો,મિથ્યા સુખ માટે ભટકતો રહેછે.આખરે કેવળ દુખ પ્રાપ્ત થાય છે.માતા નાં ગર્ભ માં રહેલો મનુષ્ય ઈશ્ર્વર સાથે એગ્રીમેન્ટ કરેછે કે જન્મ લીધા બાદ પ્રભુ નું ભજન કરીશ.પણ એવું બનતું નથી.મોહ માયા માં આશક્ત બની જીવન પુર્ણ કરી દે છે.
ફરી જન્મ લેછે.આ ઘટમાળ માં સુખ ની પ્રાપ્તિ મળતી નથી.સારા કર્મ સુખ આપે છે.સુખ મેળવવું હોય તો ધર્મ નું પાલન કરવું પડે.જીવન માં સંસ્કૃતી,માતાપિતા અને ગુરુનું મહત્ત્વ છે.રસ્તા માં ભટકી જઈએ તો ગુરુ માર્ગદર્શક બનેછે.પરમાત્મા ગુરુ બની રસ્તો બતાવે છે.ગુરુ થી આપણો ઉધ્ધાર છે.અને આ પ્રભુ પ્રાપ્તિ નો શ્રેષ્ઠ ઉપાય છે. જગદગુરુ શંકરાચાર્ય એ દ્રષ્ટાંતો દ્વારા સનાતન ધર્મ નું જ્ઞાન આપ્યું હતું.
ગોંડલ નાં રાજવી હિમાંશુસિહજી અને રાજમાતા કુમુદકુમારીજી નાં યજમાનપદે યોજાયેલી ધર્મસભા માં રાજકોટ, જશદણ,ઢાંક,વિરપુર નાં રાજવી પરીવારો સહિત ગોંડલ નાં પ્રબુદ્ધ નગરજનો વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.ધર્મસભા પહેલા માંડવીચોક વેરીદરવાજા થી શળગારેલી એન્ટીક કાર માં જગદગુરુ શંકરાચાર્યજી ની સ્વાગતયાત્રા વાજતે ગાજતે દરબારગઢ પંહોચી હતી.