ICC ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર, ભારતના ચાર ખેલાડીઓને સ્થાન

સાહિબજાદા અને સંજુ સેમસનની ઓપનર તરીકે પસંદગી T20 વર્લ્ડ કપ 2026ના અંત પછી ICC એ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર…

સાહિબજાદા અને સંજુ સેમસનની ઓપનર તરીકે પસંદગી

T20 વર્લ્ડ કપ 2026ના અંત પછી ICC એ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરી છે. આ ટીમમાં કુલ 11 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેમાં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ ટીમમાં ભારતના ચાર ખેલાડીઓને સ્થાન મળ્યું છે.

ICC દ્વારા જાહેર કરાયેલી ટીમમાં પાકિસ્તાનના સાહિબજાદા ફરહાન અને ભારતના સંજુ સેમસનને ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મધ્યક્રમમાં ઈશાન કિશન અને દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામને સ્થાન મળ્યું છે. માર્કરામને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય ભારતના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઈંગ્લેન્ડના વિલ જેક્સને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ઓલરાઉન્ડર વિભાગમાં વેસ્ટ ઈન્ડિઝના અનુભવી ખેલાડી જેસન હોલ્ડરને સ્થાન મળ્યું છે. બોલિંગ વિભાગમાં ભારતના જસપ્રીત બુમરાહ, દક્ષિણ આફ્રિકાના લુંગી એનગીડી, ઈંગ્લેન્ડના સ્પિનર આદિલ રશીદ અને ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝારાબાનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અમેરિકા ટીમના શેડલી વાન શૈકવિકને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.

ICC ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સાહિબજાદા ફરહાન, સંજુ સેમસન, ઈશાન કિશન, એડન માર્કરામ, હાર્દિક પંડ્યા, વિલ જેક્સ, જેસન હોલ્ડર, જસપ્રીત બુમરાહ, લુંગી એનગીડી, આદિલ રશીદ અને બ્લેસિંગ મુઝરાબાનીનો સમાવેશ થયો છે.