જયાં સુધી છૂટાછેડા નહીં થાય ત્યાં સુધી ફિલ્મોમાં કામ નહી કરું: જયમ રવિ

પત્ની આરતી સાથે વિવાદથી તમિલ અભિનેતા ભાવુક થયો તમિલ અભિનેતા જયમ રવિનો તેલુગુ અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટો ચાહક વર્ગ છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી,…

પત્ની આરતી સાથે વિવાદથી તમિલ અભિનેતા ભાવુક થયો

તમિલ અભિનેતા જયમ રવિનો તેલુગુ અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટો ચાહક વર્ગ છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી, તે તેની ફિલ્મો માટે નહીં પરંતુ પર્સનલ બાબતો માટે ચર્ચામાં છે. તેનો તેની પત્ની આરતી સાથે વિવાદ ચાલી રહ્યો છે અને તે છૂટાછેડા માંગી રહ્યો છે.

દરમિયાન, સિંગર કેનિશા ફ્રાન્સિસ સાથેના તેના અફેરે ઈન્ડસ્ટ્રીમાં ધ્યાન ખેંચ્યું છે.છૂટાછેડા પહેલા સિંગર સાથે કાર્યક્રમો અને મંદિરોમાં હાજરી આપવા બદલ તેને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો.તમિલ અભિનેતા રવિ મોહને હાલમાં એક પ્રેસ કોન્ફરન્સ પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરવા માટે બોલાવી હતી. મીડિયા સાથે વાતચીત કરતા તે ભાવુક થયો હતો અને આંખમાંથી આસું આવ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી છુટાછેડા નહી થાય ત્યાં સુધી ફિલ્મોમાં કામ કરીશ નહી. રવિ મોહને વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. તેને 2 બાળકો પણ છે. તો ચાલો જાણીએ આ સમગ્ર મામલો શું છે.

રિવ મોહનના લગ્નને 15 વર્ષ થઈ ચૂક્યા છે. લગ્નના 15 વર્ષ પછી રવિએ પત્નીથી અલગ થવાની વાત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતુ કે, પરિવારની સન્માન કરે. તેમજ આ સંબંધમાં કોઈ પણ પ્રકારની અટકળો, અફવાઓ કે, આરોપ ન લગાવો. રવિ મોહને કહ્યું કે, આ લગ્નમાં ખુબ ઉતાર-ચઢાવ આવ્યા છે. બાળકોની ફી ભરવા છતાં બાળકોને મળવા દેવામાં આવતા નથી.માત્ર રવિ મોહન જ નહીં, તેની મિત્ર તનિષા ફર્નાન્ડિસ પણ ચર્ચામાં છે અને ટ્રોલ્સનું નિશાન પણ છે. રવિ મોહને એમ પણ કહ્યું કે ,ઘણા લોકોએ તેમને નિશાન બનાવ્યા છે અને જ્યાં સુધી તેમના છૂટાછેડાનો નિર્ણય ન થાય ત્યાં સુધી તેઓ ફિલ્મોમાં કામ નહીં કરે. તેમણે કહ્યું, જ્યાં સુધી મારા છૂટાછેડા ન થાય ત્યાં સુધી હું અભિનય નહીં કરું. મેં 23 વર્ષથી દિવસ-રાત કામ કર્યું છે, અને મારી 90 ટકા ફિલ્મો સફળ રહી છે.