Sports
હું કેપ્ટન નહીં લીડર બનવા માંગુ છું: સૂર્યકુમાર યાદવ
લંકા સામેની T-20 સિરિઝમાં કલીન સ્વીપ પછીનું નિવેદન
ભારતે શ્રીલંકા સામે ત્રીજી અને છેલ્લી ટી20 પણ જીતી લીધી. તેની સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા પ્રવાસ પર રમાયેલી ટી20 સીરિઝમાં ક્લીન સ્વીપ કરી લીધુ છે. 3 ટી20ની સીરિઝમાં મળેલી 3-0ની જીત બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવેનું આપેલું નિવેદન ચર્ચામાં છે.
તેમણે પોસ્ટ મેચ પ્રેજન્ટેશન વખતે કહ્યું કે તે કેપ્ટન નથી બનવા માંગતા. જોકે સૂર્યકુમાર યાદવે પહેલી વખત આવું નિવેદન નથી આપ્યું તે તેઓ કેપ્ટન નથી બનવા માંગતા. આ વાત તેમણે શ્રીલંકા સામેની ટી20 સીરિઝ શરૂૂ થતા પહેલા પણ કહી હતી. સીધા શબ્દોમાં કહીએ તો શ્રીલંકા સામે સીરિઝ જીત્યા બાદ તેમણે પોતાનું નિવેદન રિપીટ કર્યું છે.
સૂર્યકુમાર યાદવે કહ્યું કે તે કેપ્ટન નથી બનવા માંગતા. તે લીડર બનવા માંગે છે. તેમણે સીરિઝ શરૂૂ થતા પહેલા પણ આવું નિવેદન આપ્યું હતું. સૂર્યકૂમાર યાદવે આ નિવેદનના આપ્યું તેના પાછળનું કારણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું પ્રદર્શન અને ડ્રેસિંગ રૂૂમનો માહોલ છે. સૂર્યાએ માન્યું કે ખેલાડીઓની કાબિલિયત અને આત્મવિશ્વાસના કારણે તેમનું કામ સરળ થઈ જાય છે. તેમણે બસ તેમની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. તેમણે કહ્યું કે તે ડ્રેસિંગ રૂમના માહોલથી ખુશ છે. જ્યાં દરેક ખેલાડી એક બીજાના પ્રદર્શનનું સેલિબ્રેશન કરે છે.