Site icon Gujarat Mirror

મારા ઘરમાં પણ મારું ચાલતું નથી: પાટીલનો રમુજી એકરાર

સુરતના વેસુ શ્યામ મંદિરથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની જળ સંચય મહિલા દયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કળશમાં જળ લઈ પદયાત્રામાં જોડાઈ . જલસંરક્ષણ માટે એકજૂથ થયેલી મહિલાઓને પાટીલે અભિનંદન પાઠવતા હતા. રમુજ કરતાં પાટીલે કહ્યું હતું કે, જળસંચય માટે મહિલાઓએ પોતાના પિયરનું ગામ દત્તક લેવાનો આગ્રહ રાખવો જોઈએ. મહિલાઓનું જ ઘરમાં ચાલે છે. મારા ઘરમાં મારું પણ નથી ચાલતું.

કાર્યક્રમમાં સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં મોટી માત્રામાં પાણીના જથ્થાનો સંગ્રહ કરવાની તાકાત રહેલી છે. આ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપીએ. જળસંચય માટે કર્મભૂમિથી જન્મભૂમિ અભિયાનમાં જોડાઈને સુરતમાં રહેતા અન્ય રાજ્યના અગ્રણીઓને પોતાના વિસ્તારમાં વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનએ 2021માં કેચ ધ રેઈન પ્રોજેક્ટની ઝુંબેશના રૂૂપમાં શરૂૂઆત કરી હતી, જે હવે સમગ્ર દેશમાં જનઆંદોલન બન્યું છે. જળસંચયની પ્રવૃતિને આંદોલન બનાવવું જરૂૂરી છે. જળસંચયની જવાબદારી જ્યારે સ્ત્રીશક્તિ સંભાળે છે, ત્યારે જલસંચયનો પ્રયાસ સમાજના મૂળ સુધી પહોંચે છે. નારીશક્તિ જલસંચય યાત્રા તેનું ઉત્તમ ઉદાહરણ છે. બહેનોને અનુરોધ કરતા કહ્યું હતું કે, તમારા પિયરનું ગામ દત્તક લઈને જળસંચયમાં સહભાગી બનીએ.

Exit mobile version