નિર્ણયો લેતા સમયે હું કોઇનાથી ડરતો નથી, કોચ ગૌતમ ગંભીર

ન્યૂઝીલેન્ડ સામેની રોમાંચક ઝ20 શ્રેણીમાં 3-2થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી જ્યારે તેમને ટીમની રણનીતિ,…

ન્યૂઝીલેન્ડ સામેની રોમાંચક ઝ20 શ્રેણીમાં 3-2થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી જ્યારે તેમને ટીમની રણનીતિ, ટીકાઓ અને ખેલાડીઓની પસંદગી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ગંભીરે પોતાની આગવી આક્રમક શૈલીમાં કહ્યું કે, જ્યારે કોચિંગ અભિગમ કે નિર્ણયો લેવાની વાત આવે છે, ત્યારે તેઓ કોઈનાથી ડરતા નથી.

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદથી ગૌતમ ગંભીર તેના કડક વલણ અને હાજર જવાબી નિવેદનો માટે જાણીતા બન્યા છે. જ્યારે મીડિયાએ ટીમ દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયો અને પ્લેઈંગ ઈલેવનમાં વારંવાર થતા ફેરફારો વિશે પ્રશ્નો પૂછ્યા, ત્યારે ગંભીરે સ્પષ્ટ કર્યું કે તેઓ બહારની ટીકાઓ કે વાતોથી જરાય વિચલિત થતા નથી. ગંભીરે ભારપૂર્વક કહ્યું કે તેમનું મુખ્ય ધ્યાન એક નિર્ભય ટીમ તૈયાર કરવાનું છે. એવી ટીમ જે વિશ્વમાં ગમે ત્યાં અને કોઈપણ પરિસ્થિતિમાં જીતવા માટે સક્ષમ હોય.

ગંભીરે ખુલ્લેઆમ જણાવ્યું કે ટીમ મેનેજમેન્ટ ખેલાડીઓ પર ભરોસો રાખવામાં અને તેમને પોતાની નેચરલ રમત રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં માને છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે હાર-જીત એ રમતનો એક ભાગ છે, પરંતુ ડરીને ક્રિકેટ રમવું એ ક્યારેય ભારતીય ટીમની સંસ્કૃતિનો ભાગ ન હોઈ શકે.