ભચાઉ તાલુકાના આમરડી ગામની વાડીમાં સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા પતિએ ધોકા વડે મારમારી પત્ની કૈલાશેબેન રમેશભાઈ બારીયા (ઉ.વ.30) હત્યા નીપજાવી નાખી હોવાના પગલે પોલીસેબેડા દોડધામ મચી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુન્હામાં સામેલ આરોપીને ઝડપી પાડયો હતો.
કરશનભાઈ વેલજીભાઈ ગામીની એરો નામની ગત તા.10/8 ના રાત્રિના 10 વાગ્યા થી તા.11/8 ના સવારે 7 વાગ્યાના અરસામાં હત્યાનો આ બનાવ બન્યો હતો. આ અંગે વિજયભાઈ કરશનભાઈ ગામી(પટેલ)એ આરોપી રમેશ બળવંતસિંહ બારીયા વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.પોલીસ સતાવાર સાધનોએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે વાડીમાં ભાગીયા તરીકે પંચમહાલ જિલ્લા વતની આરોપી રમેશ પોતાના પરીવાર સાથે રહેતો હતો. ઉશ્કેરાયેલા આરોપી પતિ રમેશે પોતાની પત્ની કૈલાશબેનને ધોકા વડે મારામારી મરણતોલ ઈજાઓ પહોંચાડી હતી. વાડીના માલિકને આ અંગે જાણ થતા તેણે ઓરડીમાં જઈ તપાસ આ મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. મૃત માતા સાથે સૂતેલી ચાર વર્ષીય દિકરીને પુછપરછ કરાઈ હતી. દરમ્યાન તેણે કહયુ હતુ કે પિતાએ માતાને શાક રોટલી બનાવાનુ કહયુ હતું.જેને લઈને માતા-પિતાની ઝઘડો થયો હતો.
દરમ્યાન ઉશ્કેરાયેલા પિતાએ ધોકા વડે માતાને માર માર્યો હતો હોવાનુ ફરીયાદમાં વર્ણવામાં આવ્યુ હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકને કોઈ બોથડ વસ્તુ વડે માર મારી હોવાનુ સપાટી ઉપર આવ્યુ હતું. હત્યાના બનાવનુ પગેરૂૂ મેળવવા માટે પોલીસે ચક્રોગતિમાન વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી.પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુન્હામાં સામેલ આરોપી રમેશ પકડી પાડયો હતો.
