રાજકોટના લોકમેળા માટે પ્લોટ-સ્ટોલના ફોર્મ લેવા વેપારીઓનો ભારે ધસારો

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા. 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા સમિતિ…

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા. 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આ પાંચ દિવસીય મેળાની તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મેળામાં રાઇડ્સના પ્લોટ અને ખાણીપીણીના સ્ટોલ માટે ફોર્મ વિતરણ શરૂૂ થતાં જ પ્રથમ બે દિવસમાં વેપારીઓનો મોટો ઘસારો જોવા મળ્યો છે.

મેળામાં વ્યવસાય કરવા ઈચ્છતા વેપારીઓ માટે ગઈકાલથી ફોર્મ વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રથમ દિવસે 86 ફોર્મ અને આજ બપોર સુધીમાં વધુ 60 ફોર્મ સહિત કુલ 150 જેટલા ફોર્મ ઉપડી ગયા છે. તંત્ર દ્વારા વ્યવસ્થા જાળવવા માટે નાયબ મામલતદાર, તલાટી અને કારકુનની 3 ટીમો તૈનાત કરવામાં આવી છે. પ્રથમ દિવસના આંકડા મુજબ કેટેગરી ઊ, ઋ, ૠ અને ઇં (યાંત્રિક રાઈડ્સ) 31 ફોર્મ ઉપડ્યા હતા.અન્ય કેટેગરીઓ 55 જેટલા ફોર્મ ઉપડ્યા.