ભારે કરી, ચાલુ મેચમાં ટોપી ચોરીને ભાગ્યો ચાહક

અફઘાનિસ્તાનની ઝ-20 ટૂર્નામેન્ટનો વીડિયો વાયરલ ક્રિકેટ મેચ દરમિયાન ઘણીવાર એવું બને છે કે ચાહકો અચાનક મેદાનમાં ઘૂસી આવે છે અને પોતાના ફેવરિટ સ્ટાર ખેલાડીને મળે…

અફઘાનિસ્તાનની ઝ-20 ટૂર્નામેન્ટનો વીડિયો વાયરલ

ક્રિકેટ મેચ દરમિયાન ઘણીવાર એવું બને છે કે ચાહકો અચાનક મેદાનમાં ઘૂસી આવે છે અને પોતાના ફેવરિટ સ્ટાર ખેલાડીને મળે છે, પગે લાગે છે અથવા તો સેલ્ફી લે છે. જોકે, અફઘાનિસ્તાનના ખેલાડી રહેમાનુલ્લાહ ગુરબાઝ સાથે મેદાન પર અજીબ અને રમુજી ઘટના બની છે. એક ચાહક તેને મળવા તો આવ્યો, પરંતુ કેપ ચોરીને ભાગી છૂટ્યો હતો.

આ ઘટના અફઘાનિસ્તાનની T20 ટુર્નામેન્ટ ’શપેગીઝા ક્રિકેટ લીગ’ દરમિયાન બની હતી, જ્યાં ગુરબાઝ ’મિસ એનાક નાઇટ્સ’ ટીમના કેપ્ટન તરીકે રમી રહ્યો હતો. ગુરબાઝ મેદાન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક એક ચાહક મેદાનમાં ઘૂસી ગયો હતો. બધાને એવું લાગ્યું કે તે ગુરબાઝ સાથે હાથ મિલાવશે કે સેલ્ફી લેશે. પરંતુ આ ચાહકે ગુરબાઝ પાસે પહોંચીને સીધી જ તેમની કેપ છીનવી લીધી અને ત્યાંથી દોટ મૂકી હતી. આ ઘટના જોઈને ખુદ ગુરબાઝ પણ સ્તબ્ધ રહી ગયો અને માત્ર જોતો રહીને હસવા લાગ્યો હતો. સ્ટેડિયમમાં રહેલા સિક્યોરિટી ગાર્ડ્સે ચાહકને પકડવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે ગાર્ડ્સને થાપ આપીને બાઉન્ડ્રી બહાર લાગેલા હોર્ડિંગ કૂદીને ભાગી જવામાં સફળ રહ્યો.