લહેરા દો તિરંગા: CJPની કૂચ પહેલાં દિલ્હીમાં તંગદિલી

11 વ્યક્તિના જૂથને રાષ્ટ્રધ્વજ સાથે જવા દેવા પોલીસની ઓફર, વિરોધ પ્રદર્શનને નિયંત્રિત કરવા હાઇકોર્ટને પોલીસની ખાતરી: 6000 જવાનોનો બંદોબસ્ત: મુંબઇમાં રેલીને મંજૂરી ’કોકરોચ જનતા પાર્ટી’…

11 વ્યક્તિના જૂથને રાષ્ટ્રધ્વજ સાથે જવા દેવા પોલીસની ઓફર, વિરોધ પ્રદર્શનને નિયંત્રિત કરવા હાઇકોર્ટને પોલીસની ખાતરી: 6000 જવાનોનો બંદોબસ્ત: મુંબઇમાં રેલીને મંજૂરી

’કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા કથિત ચૂંટણી ગેરરીતિઓ વિરુદ્ધ 16 ઓક્ટોબરે યોજાનારી કૂચના સંદર્ભમાં, દિલ્હી પોલીસે ગુરુવારે લોકોને આ વિરોધ પ્રદર્શનમાં ન જોડાવા અપીલ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, તેઓ કોનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં “યોગ્ય સ્થળે” 11 વ્યક્તિઓના એક જૂથને રાષ્ટ્રધ્વજ સાથે જવાની અને રાષ્ટ્રગીત ગાવાની સુવિધા આપી શકે છે. દરમિયાન, લહેરા દો તિરંગા કુચ પહેલા સીજેપીના નેતા અભિજીત દીપકેએ પોતાની જાસુસી થઇ રહ્યાનો આક્ષેપ કરી અટકાયતની શંકા દર્શાવી છે.ઉલ્લેખનીય છે કે ગઇકાલે દિલ્હી હાઈકોર્ટે CJPને રાષ્ટ્રીય રાજધાનીના કેન્દ્રમાં વિરોધ પ્રદર્શન કરતા રોકવાનો ઇનકાર કરી દીધો હતો.

અને તેના બદલે પોલીસની એ ખાતરીને રેકોર્ડ પર લીધી હતી કે તેઓ આ એકત્રીકરણને “નિયંત્રિત” કરશે. આ ઘટનાક્રમના થોડા કલાકો બાદ પોલીસનો આ પ્રસ્તાવ સામે આવ્યો છે. બીજી તરફ, મુંબઇ પોલીસે સીજેપીને આઝાદ મેદાનમાં રેલી યોજવા મંજુરી આપી છે.

આ “નિયંત્રણ” વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા અને કોર્ટની કાર્યવાહીને ટાંકીને, પોલીસે ગુરુવારે સાંજે સામાન્ય જનતાને આ પ્રદર્શનમાં ન જોડાવા અપીલ કરી. પોલીસે જણાવ્યું કે કોનોટ પ્લેસ અને તેની આસપાસના વિસ્તારોમાં ’ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા’ (ઇગજજ)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ છે. પોલીસે અને અર્ધલશ્કરીઓના 6000 જવાનો તૈનાત કરાય છે. આ ઉપરાંત 21 માર્ગો માટે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે.

બીજી બાજુ CJPના સ્થાપક અભિજીત દિપકેએ લોકોને 16 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે ’તિરંગા’ (રાષ્ટ્રધ્વજ) સાથે સેન્ટ્રલ પાર્કમાં એકઠા થવા કહ્યું છે. દિપકેએ ગુરુવારે સાંજે ’એકસ’ (ટ્વિટર) પર લખ્યું: “જો આપણે 100 સ્થળોની જાહેરાત કરીએ, તો શું (વડાપ્રધાન) નરેન્દ્ર મોદી તે તમામ 100 સ્થળો બંધ કરાવી દેશે?” તેમણે જાહેર કર્યું હતું કે અમે શાંતિપૂર્ણ જઇને તિરંગો લહેરાવશું. અમે આ માટે જેલમાં જવા તૈયાર છીએ.

“વર્તમાન સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ”નો ઉલ્લેખ કરતા પોલીસે જણાવ્યું કે, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (ગઉખઈ) એ પોલીસ વિભાગને જાણ કરી છે કે “વહીવટી કારણોસર” 16 અને 17 ઓક્ટોબરે સેન્ટ્રલ પાર્ક બંધ રહેશે.

રાષ્ટ્રધ્વજ અંગે પોલીસે જણાવ્યું હતું કે, રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવો કે સાથે રાખવો અને રાષ્ટ્રગીત ગાવું – આ બધું “યોગ્ય સન્માન, ગરિમા અને મર્યાદા જાળવી રાખીને, નિર્ધારિત પદ્ધતિ અનુસાર જ” કરવું જોઈએ.

સીજેપીની તિરંગા માર્ચ પહેલા મધરાતે NSUIની ધબધબાટી
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રસ્તાવિત ’તિરંગા માર્ચ’ પહેલા ગુરુવારે મોડી રાત્રે રાજકીય અને પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે. આ દરમિયાન મોડી રાત્રે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર NSUIના કાર્યકરોએ મહિલા સભ્યો સાથે કથિત મારપીટના કેસમાં એફઆઈઆર (FIR) નોંધવાની માંગ સાથે જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન ગજઞઈંના અધ્યક્ષ વિનોદ જાખડ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કોઇને દેખાવો કરવા છે તો બીજાને મગફળી વેચવી છે: તાત્કાલિક સુનાવણી નહીં: સુપ્રીમ
’કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને પગલે, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) દ્વારા કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કને બંધ કરવાના આદેશને પડકારતી અરજી વેપારીઓએ દાખલ કરી છે. શુક્રવારે, સુપ્રીમ કોર્ટે આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો. મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંતના નેતૃત્વ હેઠળની બેન્ચે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત અને ન્યાયામૂર્તિ જોયમાલ્યા બાગચીની બનેલી બેન્ચે કહ્યું, “અમને આશા છે કે દરેક વ્યક્તિ સમજદારીથી વર્તશે. નાના દુકાનદારો આ દિવસોમાં પોતાનું ગુજરાન ચલાવે છે. અમને એ મુશ્કેલીઓ અને કઠિનાઈઓનો ખ્યાલ છે જેનો સામનો સમગ્ર પરિવારોએ કરવો પડી શકે છે.” ન્યાયામૂર્તિ બાગચીએ નોંધ્યું કે વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ જેમ કે વિરોધ કરવાનો અધિકાર, મગફળી વેચવાનો પ્રસ્તાવ અને કાયદો-વ્યવસ્થા સંબંધિત ચિંતાઓએકબીજા સાથે જોડાયેલા છે. ન્યાયામૂર્તિ બાગચીએ ટિપ્પણી કરી, “કોઈ વિરોધ કરવા માંગતું હોય, કોઈ મગફળી વેચવા માંગતું હોય, અને કોઈ કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી સંભાળતું હોય આ તમામ પાસાઓ પરસ્પર જોડાયેલા છે.” ન્યાયમૂર્તિ બાગચીએ જણાવ્યું હતું કે, “જો વ્યવસાયને નુકસાન થાય છે, તો અમે અમારા બંધારણીય અધિકારોનો ઉપયોગ કરીશું. જ્યારે પણ આવી પરિસ્થિતિ ઊભી થશે, ત્યારે અમે તેને સંભાળી લઈશું.”