Site icon Gujarat Mirror

ધોરાજીના નાગલોક મંદિર પાસે હીટ એન્ડ રન, વાહનની ઠોકરે યુવાનનું મોત

oplus_2097184

ધોરાજીનાં ધોરીવાવ પાસે રહેતા પરપ્રાંતીય યુવાન તેમનાં મિત્રને મળી પોતાનાં ઘરે પરત ફરતો હતો ત્યારે નાગલોક મંદીર નજીક અજાણ્યા વાહનની ઠોકરે આવી જતા યુવાનને ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને સારવાર માટે રાજકોટની હોસ્પીટલમા ખસેડવામા આવતા તેમનુ મોત નીપજયુ હતુ. અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકની પોલીસે શોધખોળ શરુ કરી છે.

વધુ વિગતો મુજબ ધોરાજીનાં ધોરીવાવ પાસે રહેતા અને કારખાનામા મજુરી કામ કરી પરીવારને મદદરુપ થતા સુરજ નંદુભાઇ પાસવાન નામનાં 18 વર્ષનો યુવાન ગઇ તા. 3 નાં રોજ પોતાનાં મિત્રને મળી ચાલીને ઘરે પરત ફરતો હતો. ત્યારે નાગલોક મંદીર નજીક અજાણ્યા વાહને ઠોકરે ચડાવતા સુરજને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જયા તેઓને સારવાર માટે રાજકોટની હોસ્પીટલમા ખસેડવામા આવતા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજયુ હતુ. સુરજ મુળ બીહારનો વતની અને 3 ભાઇ બે બહેનમા બીજા નંબરનો હતો. હાલ તે ધોરાજીમા માતા – પિતા સાથે રહેતો હતો. આ અકસ્માતની ઘટના ધોરાજી તાલુકા પોલીસનાં સ્ટાફે મૃતકનાં વાલીની ફરીયાદ પરથી અજાણ્યા વાહન સામે ગુનો નોંધવા તજવીજ શરુ કરી છે.

Exit mobile version