વાંકાનેરમાં રહેતા કાકા ભત્રીજા સહિત ત્રણ લોકો બાઇક લઇ લજાઇ ગામે ટાઇલ્સ લગાડવાના કામે જઇ રહ્યા હતા. ત્યારે લજાઇ ગામ પાસે અજાણયા વાહન ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઇક સવાર કાકાનું ભત્રીજાની નજર સામે મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. જયારે બે ઇજા ગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મુળ રાજસ્થાનના વતની અને હાલ વાંકાનેરમાં રહેતા કાનારામ સ્વામી મોહનલાલ (ઉ.વ.23) અને તેના ભત્રીજા રાજેશભાઇ વિજયભાઇ દયાલ (ઉ.વ.21) બાઇક લઇ લજાઇ ગામે હોટલનુ કામ ચાલુ છે. ત્યા ટાઇલ્સ લગાડવા ગયા હતા.
જયાથી પરત ફરતી વખતે લજાઇ ગામ પાસે અજાણયા વાહન ચાલકે કાકા ભત્રીજાના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જે હિટ એન્ડ રનની ઘટનામાં મોરબીના નેહાબેન મિથુનભાઇ ગળવા નામના મહિલાને પણ ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઘવાયેલી મહિલા સહિત ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલ કાનારામને ભત્રીજાની નજર સામે કાકાનું મોત નીપજ્યુ હતું. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
