તમિલનાડુના રાજકારણમાં હાઇવોલ્ટેજ ફિલ્મી ડ્રામા

તમિલનાડુમાં અભિનેતા વિજય 3 વખત રાજ્યપાલને મળ્યા બાદ પણ હજુ સરકાર બનવા માટે કોઈ સંકેત નથી મળી રહ્યા. નવી સરકાર બનાવવાની પ્રક્રિયા હજુ અટકી પડી…

તમિલનાડુમાં અભિનેતા વિજય 3 વખત રાજ્યપાલને મળ્યા બાદ પણ હજુ સરકાર બનવા માટે કોઈ સંકેત નથી મળી રહ્યા. નવી સરકાર બનાવવાની પ્રક્રિયા હજુ અટકી પડી છે. અભિનેતા વિજયની TVK પાર્ટીને વીસીકે (વિદુથલાઈ ચિરુથાઈગલ કચ્ચિ)ના સમર્થન પર અનિશ્ચિતતા છે. આથી ગવર્નરે હજુ વિજયને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું નથી.તમિલનાડુમાં નવી સરકાર બનાવવાના મુદ્દે વિવાદ વચ્ચે અભિનેતા વિજયની TVK પાર્ટીના એક સભ્યે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં ગવર્નરને વિજય સિવાય કોઈને સરકાર બનાવવા આમંત્રણ ન આપવા અને વિજયને મુખ્યમંત્રી તરીકે શપથ અપાવવા આદેશ આપવાની માંગ કરવામાં આવી છે.

આજે વીસીકે અધ્યક્ષ થોલ થિરુમાવલવન આજે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મીટિંગ કરી રહ્યા છે. આ મીટિંગમાં ઝટઊંને સમર્થન આપવાનો અંતિમ નિર્ણય લેવાશે. TVK પાસે હાલમાં 108 બેઠકો છે. કોંગ્રેસ (5),CPI (2) અને CPI(M) (2)ના સમર્થનથી આ સંખ્યા 117 થઈ છે. એક વધુ બેઠકની જરૂૂર છે. વીસીકેના 2 ધારાસભ્યોના સમર્થનથી જ ઝટઊંને 118નો જાદુઈ આંકડો મળી શકે છે.

AMMK નેતા ટીટીવી દિનાકરને TVK પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે TVKએ ગવર્નરને તેમના એક ધારાસભ્યના ફેક સમર્થન પત્ર આપ્યા છે. આ વિવાદને કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની છે. બીજી તરફ, કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે કહ્યું કે કેટલાક નેતાઓ વિજયને મુખ્યમંત્રી બનતા રોકવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જનતાએ પોતાનો નિર્ણય આપી દીધો છે. જો વીસીકેએ આજે સમર્થન આપી દીધું તો વિજય આજે અથવા કાલે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. પરંતુ હાલમાં સરકાર રચના પર અનિશ્ચિતતા છે.

ગવર્નર રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર હજુ વિજય પાસેથી સ્પષ્ટ બહુમતીના પુરાવા માંગી રહ્યા છે. આ સ્થિતિમાં તમિલનાડુની રાજકીય ગરમી વધી રહી છે. બધી નજર આજે વીસીકેની મીટિંગ અને ગવર્નરના આગામી પગલાં પર છે.