ગુજરાત
વંથલીના ચકચારી સિરપકાંડમાં એક આરોપીના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
પોલીસે સીમ વિસ્તારમાંથી મોટો જથ્થો ઝડપી કાર્યવાહી કરી હતી
વંથલી પોલીસે બાતમીના આધારે વંથલી ગામની સીમમાં વાલિયા વિસ્તારમાં વાલિયા વાળી ગારીના કાંઠે આવેલ વાડીના બગીચાના ગોડાઉનમાં આયુર્વેદિક હર્બલ સીરપનો જથ્થો ઝડપી લીધો હતો.ઝડપાયેલા આસીફભાઇ મહમદભાઈ અમરેલીયાને પુછપરછમાં આ આયુર્વેદિક બોટલ અંગે પુછપરછ અને તપાસમાં નામ ખુલતા આરોપી મેહુલ અરવિંદભાઈ જસાણી,ધર્મેન્દ્ર નટવરલાલ ડોડીયા, રૂૂપેશ નટવરલાલ ડોડીયા,,લબ્ધીરસિંહ કાળુભા જાડેજાના વિરુધ્ધ ગુન્હો નોંધેલ હતો.આ આયુર્વેદિક બોટલોમાં આલ્કોહોલનું પ્રમાણ ઉમેરી તેમજ કંપનીઓના ખોટા નામના લેબલ લગાડી વેચાણ કરતા હોવાથી ગુનો દાખલ થયેલો.
ધરપકડ થયેલા આરોપીઓ પૈકી જેલમાં રહેલ આરોપી મેહુલ અરવિંદભાઈ જસાણી (રહે.રાજકોટ) એ તેમના વકીલ પંથીલભાઈ પી. મજમુદાર, વિજયરાજસિંહ એસ.જાડેજા તેમજ એચ.કે.ચનિયારા મારફત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરતા હાઇકોર્ટ દ્વારા આરોપી સામે પૂરતા પુરાવાન હોવાથી શરતી જામીન પર છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે હાઈકોર્ટના સિનીયર વકીલ પંથીલભાઈ પી. મજમુદાર તેમજ ગોંડલના વિજયરાજસિંહ એસ.જાડેજા તેમજ એચ.કે.ચનિયારા રોકાયેલા હતા.