Site icon Gujarat Mirror

કોચિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમાંગ રાવલની નિમણૂક

ગુજરાત શિક્ષણવિદ્ધોની માગણીઓ હવે રાષ્ટ્રીય ફલક પર મૂકાશે : હેમાંગ રાવલ

અંબાજી ખાતે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા આયોજિત ભવ્ય મહાધિવેશન દરમિયાન કોચિંગ ક્ષેત્રને મહત્વપૂર્ણ પ્રતિનિધિત્વ મળ્યું છે. મહાધિવેશનમાં સમગ્ર ગુજરાતના વિવિધ ઘટક સંઘોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI) ના ફાઉન્ડર ડિરેક્ટર આશિષ ગંભીરે હેમાંગ રાવલની નેશનલ જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી.આ પ્રસંગે નિમણૂક સ્વીકારતા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણ અને શિક્ષણવિદોની લાગણીઓ, સમસ્યાઓ તથા યોગ્ય માંગણીઓને હવે રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવામાં આવશે.

ખાસ કરીને સુપ્રીમકોર્ટની માર્ગદર્શિકાના આધારે ગુજરાતમાં અમલમાં આવનાર ટ્યુશન એક્ટમાં ફેડરેશન દ્વારા રજૂ કરાયેલા સૂચનો સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે તે તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.હેમાંગ રાવલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ, કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશનના ચેરમેન, ચેલેન્જ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સના ડિરેક્ટર, ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના સંચાલક, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના પ્રતિનિધિ, કોમ્પ્યુટર એજ્યુકેશન એસોસિયેશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ, ઞગઇંછઈ-યુનાઇટેડ નોબલ હ્યુમન રાઈટ્સના મુખ્ય સલાહકાર, સત્તર તાલુકા ઔદીચ્ય સહસ્ત્ર મંડળ (યુવા પાંખ)ના પ્રમુખ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના ટ્રસ્ટી, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન તથા પરશુરામ ઇન્ટરનેશનલના રાષ્ટ્રીય મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદના ચૂંટાયેલા મધ્યસ્થ સમિતિના સદસ્ય તરીકે (સતત ત્રણ ટર્મ) સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે તેમની આ નવી રાષ્ટ્રીય જવાબદારીથી ગુજરાતના શિક્ષણવિદોમાં ઉત્સાહ અને આશા જાગી છે.

Exit mobile version