ગુજરાતમાં 150 તાલુકામાં વાજડી સાથે વરસાદ, 3ના મોત

26 જિલ્લાના 150 તાલુકામાં પડેલા વરસાદમાં સૌથી વધુ ધંધુકામાં પોણા ચાર ઇંચ, ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ, ખેડા-માતર-લખતર-ચુડા, નડિયાદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો ગુજરાતમાં અસહ્ય ગરમી…

26 જિલ્લાના 150 તાલુકામાં પડેલા વરસાદમાં સૌથી વધુ ધંધુકામાં પોણા ચાર ઇંચ, ઉમરપાડામાં પોણા ત્રણ ઇંચ, ખેડા-માતર-લખતર-ચુડા, નડિયાદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂૂ થઈ ગઈ હોય તેમ આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાકમાં 150 તાલુકામાં ઝાપટાથી માંડી પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે,અનેક સ્થળોએ વાવાઝોડા સાથે વરસાદ પડતાં માલ મિલકતને નુકશાન થયું હતું જ્યારે દાહોદમાં વાવાઝોડાના કારણે સ્માર્ટ સિટીનું હોર્ડિંગ્સ તૂટી પડતાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા.

છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ ધંધુકામાં પોણા ચાર ઇંચ, ઉમરપડામાં પોણા ત્રણ, ખેડામાં પોણા બે, માતર, લખતર, ચુડા અને નડિયાદમાં દોઢ થી પોણા બે ઇંચ સુધી વરસાદ પડયો છે.19 તાલુકામાં 1 ઇંચથી વધુ અને 46 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યના અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ અને પ્રચંડ પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. સોમવારે (પહેલી જૂન) દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાંજે અને રાત્રિના સમયે આવેલા વાવાઝોડાને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ અનેક સ્થળોએ ભારે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.મહીસાગર જિલ્લાના લુણાવાડા અને કડાણા પંથકમાં રાત્રિના સમયે વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. અનેક સ્થળોએ મહાકાય વૃક્ષો ધરાશાયી થયા હતા. એક માર્ગ પર વૃક્ષ પડવાના કારણે બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે વાતાવરણ વણસ્યું હતું. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના કાનપુર અને વાસણા ચૌધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ પડ્યો છે.

વડોદરા શહેરમાં પણ મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા અને તેજ ગતિએ ફૂંકાયેલા પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત દાહોદના સંજેલી તાલુકામાં પણ વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ નોંધાયો છે. એકતરફ આ વરસાદથી લોકોને અસહ્ય બફારાથી મુક્તિ મળી છે, તો બીજી તરફ પ્રિ-મોન્સૂનની નબળી કામગીરી અને વીજ કંપનીઓની પોલ પણ આ મિની વાવાઝોડાએ ખોલી નાખી છે.

ભાવનગર
ભાવનગર શહેરમાં મોડી રાત્રીના 2 વાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂૂ થયો હતો. પવન અને વીજળીના ચમકારા એટલા વધુ હતા કે લોકો ઊંઘ માંથી જાગી ગયા હતા. ભાવનગર ઉપરાંત ઘોઘામાં પણ વરસાદ પડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી કાળઝાર ગરમીથી ભાવનગર વાસીઓને છુટકારો મળ્યો છે. ગઈ મોડી રાત્રિના 2 વાગે ભાવનગર શહેરમાં તોફાની પવન સાથે વરસાદ શરૂૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂૂ થતા ગાઢ નિંદ્રા માં સુતેલા લોકો જાગી ગયા હતા. વરસાદ શરૂૂ થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. અચાનક વરસાદનું આગમન થતાં ગરમીથી કંટારેલા નગરજનોમાં રાહતની લાગણી થઈ હતી. ભાવનગર ઉપરાંત ઘોઘા પંથકમાં પણ કઈ રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ઘોઘા માં રાત્રે 7 મી.મી. વરસાદ નોંધાયો છે. દરમિયાન આજે સવારે પણ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. ગઈ રાતથી પલટાયેલા વાતાવરણથી ગરમી એ લોકોને છુટકારો મર્યો છે.

દાહોદમાં સ્માર્ટ સિટીના મહાકાય હોર્ડિંગ્સે ત્રણનો ભોગ લીધો
મોડી રાતે દાહોદમાં અચાનક વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો હતો. ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટીનો મહાકાય સાઈન બોર્ડ ઉડીને ફંગોળાયું હતુ. સાઈન બોર્ડ ધરાશાઈ થતા 3 લોકોના મોત નિપજ્યા છે. સ્માર્ટ સિટીના મહાકાય સાઈન બોર્ડે 3 લોકોનો જીવ લેવાયો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ઉભો કરાયેલા સાઈન બોર્ડે ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પાડી છે. સ્માર્ટ સિટીના મહાકાય વજનદાર સાઈન બોર્ડ પાતળી સાઈઝના નટ બોલ્ટ ઉપર ઉભો કરાયો હતો. ત્યારે 3 લોકોના મોતની લોકોમાં રોષ જોવા મળ્યો છે. અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ છે.

ખરાબ હવામાનથી અમદાવાદ એરપોર્ટ આવતી 7 ડોમેસ્ટિક ફલાઈટ સુરત ડાઈવર્ટ
અમદાવાદમાં ખરાબ હવામાન અને તેજ પવનના કારણે એર ટ્રાફિક પર પણ અસર પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ 10 જેટલી ફ્લાઇટ્સના સંચાલન પર અસર પહોંચી હતી, જ્યારે 7 ડોમેસ્ટિક ફ્લાઇટ્સને સુરત તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. મુંબઈથી અમદાવાદ આવતી AI2919 ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી. ઉપરાંત હૈદરાબાદથી અમદાવાદ આવતી 6E216 ફ્લાઇટને પણ સુરત મોકલવામાં આવી હતી. ઇન્દોરથી આવતી ફ્લાઇટના સંચાલન પર પણ અસર નોંધાઈ હતી. જ્યારે મુંબઈથી આવતી એક અન્ય ફ્લાઇટને રાજકોટ તરફ ડાયવર્ટ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.