ક્રાઇમ
મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ, નાણાના બદલે કાર પડાવી લીધી
ટીટીઓ ફોર્મમાં સાચા દસ્તાવેજનો ઉપયોગ કરી આરટીઓમાં અરજી કરી
મુળ મોરબી તાલુકાના માણેકવાડા ગામના વતની અને હાલ મોરબીના આલાપ રોડ અંજનીપાર્કમા રહેતા જગદીશભાઇ નરભેરામભાઈ દેત્રોજા (ઉ.વ.45) એ આરોપી ભરત ઉર્ફે બીકે કાનજીભાઇ ચાવડા રહે. મોરબી રવાપર રોડ સદગુરુ સોસાયટી તથા પંકજ રામ કીશન કુમાર (રહે. સુમીતનાથ સોસાયટી મોરબીવાળા) વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના દીકરા રવીરાજે આરોપી ભરત ઉર્ફે બીકે પાસેથી વ્યાજે રૂૂપિયા લિધેલ હોય જેની પઠાણી વ્યાજની ઉઘરાણી રૂૂપે આરોપીએ ફરીયાદીની માલિકીની એમ.જી.હેકટર કાર રજીસ્ટર નંબર -જીજે-36-આર-2222 વાળી ફરીયાદીના દિકરા રવીરાજ તથા પૃથ્વીરાજ પાસેથી બળજબરીથી પડાવી લીધી હતી.
તેમજ કારમાં રહેલ અસલ આરસી બુક, વિમા પોલીસી, તથા ફરીયાદીના આધારકાર્ડ સહિતના જરૂૂરી ડોક્યુમેન્ટ્સની ફાઈલ હતી જે બાબતે રવીરાજે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ભરત ઉર્ફે બીકે વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરતા પોલીસે આરોપી પાસેથી કાર કબ્જે કરેલ. જે કબ્જે કરેલ કાર ફરીયાદીએ આરોપીઓને કોઈપણ પ્રકારની રોકડ રકમની લેવડ દેવડ કરી વેચાણ કરેલ નથી કે કાર ટ્રાન્સફર કરવા કોઈપણ પ્રકારના આરટીઓને લગતા ડોક્યુમેન્ટ ટીટીઓ ફોર્મમાં સહી કરી આપેલ ન હોવા છતાં આરોપીઓએ ફરીયાદીની મંજૂરી વગર ડોક્યુમેન્ટનો ખોટો દુરપયોગ કરી ખોટી સહીઓ કરી ખોટા દસ્તાવેજને સાચા આરટીઓ ટીટીઓ ફોર્મમાં સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી ફરીયાદી સાથે છેતરપિંડી કરવાના ઈરાદાથી આરોપી પંકજરામ નામે ફરીયાદીની કાર ટ્રાન્સફર કરવા આરટીઓમાં અરજી કરી બનાવટી દસ્તાવેજો સબમિટ કરી આરટીઓની ઓનલાઇન અરજી કર્યા અંગેનો ડીસ્કલેમર રીપોર્ટ મેળવી મોરબી કોર્ટમા રજુ કરી ગુન્હો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.