ભુજ રેન્જમાં ખાતર પાડતા અડધો ડઝન તસ્કરો ઝડપાયા

આઇ.જી.પી. સરદહી રેન્જ ભુજની નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન 54 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ દાહોદ જિલ્લાના એક આરોપી સહિત કુલ-6 નાસતા…

આઇ.જી.પી. સરદહી રેન્જ ભુજની નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન 54 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ દાહોદ જિલ્લાના એક આરોપી સહિત કુલ-6 નાસતા ફરતા આરોપીઓને મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડે ઝડપી પાડયા છે.

આઈ.જી.પી. સરહદી રેન્જ ભુજ દ્વારા ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે એક મોટી સફળતા હાસિલ કરી છે. બાતમીદારો અને ટેકનિકલ માધ્યમોની મદદથી પોલીસે અલગ-અલગ વિસ્તારો માંથી કૂલ 6 નાસતા-ફરતા આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી ગુજરાત અને રાજસ્થાનમાં 54 જેટલી ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કાર્યવાહી દરમિયાન પકડાયેલા આરોપીઓમા શોભનાબેન નવઘણભાઈ હમીરપરા (રહે. લાલપર, મોરબી), સોમાભાઈ લઘુભાઈ વાઘેલા(રહે. જડેશ્વર મંદિર પાસે, મોરબી), નવઘણભાઈ જેઠાભાઈ દેગામા (રહે. લીલાપર, મોરબી), ગનીભાઈ જાકુબભાઈ નોડે કચ્છી મુસ્લિમ (રહે. કાંતિનગર માળીયા ફાટક પાસે, મોરબી), સલીમભાઈ ઉર્ફે રાહુલ ફીરોજભાઈ પઠાણ (રહે. વીસીપરા, મોરબી), પરેશ ઉર્ફે પારસ દેવીલાલ સોની (રહે. લીમડી પ્રતાપનગર, દાહોદવાળાને ઝડપી પાડેલ છે.