વેરાવળમાં ગુનાખોરી કરતી ગેંગ સામે ગુજસીટોક હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી ગેંગ લીડર સહિત પાંચ સામે ગુનો નોંધી ચાર ને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં સંગઠિત ગુનાખોરીને ડામવા માટે જિલ્લા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ શહેર અને પ્રભાસ પાટણ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી અલગ-અલગ પ્રકારના ગુનાઓ આચરતી હોવાનો આક્ષેપ ધરાવતી ટોળકી સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ૠઞઉંઈઝઘઈ) એક્ટ-2015 હેઠળ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ગેંગ લીડર સહિત કુલ પાંચ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી ચાર આરોપીઓને પોલીસે હસ્તગત કર્યા છે, જ્યારે મુખ્ય ગેંગ લીડર સહિત એક આરોપીને પકડવા નો બાકી હોવાનું પોલીસ ની વિગતોમાં જણાવાયું છે.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી પી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સંગઠિત ગુના ખોરી સાથે સંકળાયેલા ઇસમો નો ગુનાહિત ઇતિહાસ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકા એ ગુપ્ત રાહે તપાસ કરી ઇ-ગુજકોપ મારફતે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ની માહિતી મેળવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ટોળકીના સભ્યો સામે મારામારી, રાયોટિંગ, લુંટ, ઘરફોડ ચોરી, સાદી ચોરી, નુકસાન પહોંચાડવું, હથિયાર ધારો ભંગ, ગેરકાયદે ગૌવંશની ચોરી તથા કતલ, પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા, પ્રોહિબિશન અને ગઉઙજ એક્ટ સહિતના વિવિધ ગુના ઓ માં સંડોવણી હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટના ભંગના ગુના ઓ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ટોળકીના સભ્યો એકબીજા ની મદદથી સંગઠિત રીતે ગુનાઓ આચરી આર્થિક લાભ મેળવતા હતા અને ગીર સોમનાથ જિલ્લામાં પોતાનું નેટવર્ક ઊભું કર્યું હતું. ગુનાહિત ઇતિહાસ અને એકત્રિત કરવામાં આવેલી વિગતોના આધારે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 1031/2026 હેઠળ ૠઞઉંઈઝઘઈ એક્ટ ની કલમ 3(1)(શશ), 3(2) અને 3(4) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પાંચ આરોપીઓ સામે કાર્યવાહી (1) સોહીલ ઉર્ફે ચક્કી મુસ્તાકભાઈ કુરેશી (ઉં.વ. 22): ટોળકીનો મુખ્ય સૂત્રધાર. તેના નામે 22 ગુનાઓનો ઉલ્લેખ છે (હાલ પકડવાનો બાકી). (2) આદિલ ઉર્ફે વાંદરી અનવરભાઈ શેખ (ઉં.વ. 23): સામે 10 ગુના નોંધાયેલા છે. (3) અસ્પાક ઉર્ફે ગાદલો હનીફભાઈ પંજા (ઉં.વ. 23): સામે 10 ગુના નોંધાયેલા છે. (4) અલ્ફાઝ ઉર્ફે શૂટર આમદભાઈ સુમરા (ઉં.વ. 20): સામે 6 ગુના નોંધાયા છે. (5) સુફિયાન સલીમભાઈ વોરા (ઉં.વ. 28): સામે 3 ગુનાઓનો ઉલ્લેખ છે. આ ગુનાની વધુ તપાસ વેરાવળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. સંગઠિત ગુના ખોરી સામેની આ કાર્યવાહીથી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્ત્વોમાં કડક સંદેશ જવાનો પોલીસનો અભિગમ છે.
