Sports
મુસ્તાકઅલી ટ્રોફીમાં ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં સદી ફટકારી
મહેસાણાનો ઉર્વીલ પટેલ IPL-2025માં અનસોલ્ડ રહ્યો હતો
ઉર્વીલ પટેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માં તેની બેટિંગથી ધમાલ મચાવી છે. 27 નવેમ્બરે ગુજરાત અને ત્રિપુરા વચ્ચેની મેચમાં ઉર્વિલ ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ચૂકી ગયો હતો. પરંતુ તેણે પોતાની બેટિંગથી ધમાલ મચાવી છે. જો તેણે તેની સદી 2 બોલ પહેલા પૂરી કરી હોત તો તે ટી20 ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બની ગયો હોત.
ગુજરાતનો આ શાનદાર બેટ્સમેન અઈપીએલની હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો. તેણે માત્ર 28 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઉર્વિલની આ સદી ટી20 ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી છે. ટી20માં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે. જેણે સાયપ્રસ સામે માત્ર 27 બોલમાં સદી ફટકારી હતી. ઉર્વિલ પટેલ વિકેટકીપર બેટ્સમેન છે.
26 વર્ષીય ઉર્વીલ પટેલને આઈપીએલ 2025ની હરાજીમાં 30 લાખ રૂૂપિયાની બેઝ પ્રાઇઝમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને કોઈ ટીમે ખરીદ્યો ન હતો. તે વિકેટકીપર બેટ્સમેન છે.
ઈન્દોરના એમરાલ્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં રમાયેલી આ મેચમાં ત્રિપુરાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 155 રન ફટકાર્યા હતા. આ પછી ઉર્વિલે 35 બોલમાં 113 અણનમ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 322.86 હતો. તેની ઇનિંગમાં સાત ચોગ્ગા અને 12 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પહેલા તેની સદી માત્ર 28 બોલમાં પુરી કરી હતી. તેની શાનદાર ઇનિંગ્સના કારણે ગુજરાતે માત્ર 10.2 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
મહેસાણાનો રહેવાસી ઉર્વીલે 2018માં રાજકોટમાં મુંબઈ સામેની ટી-20 મેચમાં બરોડા માટે ડેબ્યુ કર્યું હતું. તે જ વર્ષે તેણે લિસ્ટ-એ ક્રિકેટમાં પણ ડેબ્યૂ કર્યું હતું. પરંતુ રણજી ટ્રોફીની છેલ્લી સીઝનમાં ડેબ્યુ કરતા પહેલા તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમવામાં છ વર્ષનો સમય લાગ્યો હતો.