ગુજરાત ગેસ-અદાણીએ CNGમાં રૂા.2.25નો ઝીંક્યો વધારો

મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર વધુ એક આર્થિક બોજ પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થયા બાદ હવે સીએનજીના ભાવમાં પણ મોટો…

મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર વધુ એક આર્થિક બોજ પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થયા બાદ હવે સીએનજીના ભાવમાં પણ મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.25 રૂૂપિયાનો વધારો જાહેર કરવામાં આવતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકો તેમજ કોમર્શિયલ વાહન માલિકોના બજેટ ખોરવાઈ ગયા છે. ચાલુ વર્ષ એટલે કે વર્ષ 2026માં વાહનચાલકો પર સીએનજીનો આ કોઈ પહેલો માર નથી. વર્ષ 2026ની શરૂૂઆતથી અત્યાર સુધીમાં સીએનજીની કિંમતમાં કુલ 6.06 રૂૂપિયાનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે. આ પહેલા સીએનજીમાં છેલ્લો ભાવવધારો ગત 2 એપ્રિલના રોજ કરવામાં આવ્યો હતો. 2 એપ્રિલના રોજ થયેલા વધારા બાદ હવે દોઢ મહિના જેટલા ટૂંકા ગાળામાં જ ફરી એકવાર ગ્રાહકોના ખિસ્સા હળવા કરવા માટે નવો ભાવવધારો લાદી દેવામાં આવ્યો છે.

આજે અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2.25 રૂૂપિયાનો વધારો કરાયો છે. જે બાદ અમદાવાદમાં સીએનજીનો ભાવ 83.77 રૂૂપિયાથી વધીને 86.02 રૂૂપિયા પર પહોંચી ગયો છે. આ વધારો આજથી અમલમાં આવી ગયો છે. અદાણી ટોટલ ગેસે સીએનજીના છૂટક ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2.25 રૂૂપિયાનો વધારો કર્યો છે. આ બાદ અમદાવાદમાં અદાણીના સ્ટેશન પર સીએનજીનો ભાવ 83.77 રૂૂપિયા પ્રતિ કિલોથી વધીને 86.02 રૂૂપિયા પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, ગત 3 એપ્રિલ 2026ના રોજ અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા સીએનજીના ભાવમાં 1.50 રૂૂપિયાનો વધારો કરાયો હતો. આ પહેલા 7 ફેબ્રુઆરીએ 50 પૈસા અને 23 જાન્યુઆરી 2026ના રોજ 60 પૈસાનો વધારો કરાયો હતો. આમ વર્ષ 2026માં આ ચોથી વખત ભાવ વધારો ઝીંકાયો છે. આ વધારો મુખ્યત્વે વૈશ્વિક ગેસ કટોકટી અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કારણે ઊભી થયેલી સપ્લાય અસ્થિરતા સાથે જોડાયેલો છે.

આ વધારાની અસર માત્ર અદાણી ટોટલ ગેસમાં ગેસ ભરાવતા વાહનચાલકો પર જ પડશે. આપને જણાવી દઈએ કે, ઓટો-રિક્ષા, ટેક્સી અને અન્ય વાહનોના માલિકો માટે આ ભાવ વધારો વધારાનો ખર્ચ ઉમેરશે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં રોજિંદા ઉપયોગમાં લેવાતા લાખો વાહનો સીએનજી પર આધારિત છે. જોકે, ગુજરાત ગેસના સ્ટેશન પર ભાવ સ્થિર રહેવાથી કેટલાક વપરાશકર્તાઓ એ તરફ વળી શકે છે.

અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ ગુજરાત ગેસે પણ સમાન પગલું લીધું છે. ગેસના આંતરરાષ્ટ્રીય ભાવ, સપ્લાય ચેઇન ખર્ચ અને આયાત ખર્ચમાં વધારો આ ભાવવધારાના મુખ્ય કારણો ગણાય છે. આ ઉપરાંત, ગેસ વિતરણ કંપનીઓ પર વધતા ખર્ચના દબાણને કારણે તેઓને ભાવ વધારવો ફરજિયાત બનતો હોય છે. પરિણામે, તેનો સીધો પ્રભાવ ગ્રાહકો પર પડે છે. હાલના સમયમાં ઊર્જા ક્ષેત્રમાં વધતી અસ્થિરતા પણ ભાવમાં ફેરફાર માટે જવાબદાર માનવામાં આવે છે.