ક્રાઇમ
GST કૌભાંડ: દલાલોને 12% અને પેઢીને 6% કમિશન
ભગવતીપરા મેઇન રોડ પર પરમાર એન્ટારપ્રાઇઝ નામની બોગસ પેઢી ખુલ્લીને 4 મહીનામાં સરકાર પાસેથી 61.38 લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપીંડી કરવાના કૌંભાડમાં રાજકોટ આર્થિક ગુના નિવારણ સેલની ટીમે વધુ સાત આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ પાંચ આરોપીની ધરપકડ બાદ વધુ સાતની ધરપકડ થતા કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહેશ લાંગાની જીએસટી ચોરી કૌભાંડમાં તપાસ દરમિયાન કેટલાક ચોેક્વનારા ખુલાસા તૈયાર થયા છે. જેમાં સરકાર પાસેથી 18% જીએસટી મેળવનાર કંપનીઓને બીલ માટે રૂા.6% જ્યારે આ કૌભાંડ અર્ચાનાર વચેટીયાઓ 12% કમિશન ખાતા હતા. આ સમગ્ર મામલે રાજકોટ પોલીસે અન્ય ચાર રાજ્યોમાં પણ તપાસ શરૂ કરી છે અને આર્થિક ગુના નિવારણ સેલની ટીમ સાથે જીએસટીના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે.
ભગવતીપરા મેઈન રોડ ઉપર ભૂમિપ્રસાદ કારખાના પાસે પરમાર એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી ઉભી કરીને તેની સાથે અલગ-અલગ 14 પેટા કંપનીઓ બનાવી સરકાર સાથે રૂા.61.38 લાખની જીએસટી ચોરીનું કૌભાંડ આર્ચાવાના ગુનામાં આર્થિક ગુના નિવારણ સેલની ટીમના ઇન્ચાર્જ પી.આઇ. એસ.એમ.જાડેજા સહિતના સ્ટાફે ગઇકાલે આ મામલે પાંચ શખ્સોની ધરપકડ કરીને તમામને પાંચ દિવસના રીમાન્ડ ઉપર લીધા હોય. તપાસમાં સુત્રધાર અમદાવાદના બોપલમાં રહેતા અને હાલ જેલમાં રહેલા પત્રકાર મહેશ લાંગાનું નામ ખુલ્યું હતું. મહેશ લાંગાની જીએસટી ચોરીમાં અગાઉ ધરપકડ થઇ ચૂકી છે.
આ મામલે આર્થિક ગુના નિવારણ સેલની ટીમે વધુ સાતની ધરપકડ કરી છે. જેમાં જામનગરના ખાવડીમાં રહેતા લખુભા નાનભા જાડેજા, રીદ્ધી ઇન્ફાસ્કર્ચરના માલીક અને ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર ગાંધીનગરના શૈલેશ ઘનશ્યામ પટેલ, શિવ મીલન પ્લાસ્ટિકના પાર્થ મનોજ રોજવાડીયા (રાજકોટ), મુળ રાજસ્થાન અને હાલ રાજકોટના કોઠારીયા રોડ પર ગણેશ પાર્કમાં રહેતા માં આશાપુરા ટ્રેડિંગના ભેરુસિંહ શંકરસિંહ રાજપુત, જુનાગઢના કોન્ટ્રાક્ટર સિવિલ પ્લસ એન્જિનીયરીંગના મનીષ બળવતંરાય જોબનપુત્રા, જુનાગઢ જ્યોતી ઇન્ફાસ્ટ્રકચરના અલ્પેશ ગોબુરભાઇ હીરપરા, કોટડાસાંગાણી ઇકરા એન્ટરપ્રાઇઝના ફિરોઝ અબ્દુલ જુણેજાની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન કેટલીક ચોકવનારી હકીક્ત સામે આવી છે. જેમાં કેટલાક વેચેટીયાઓ દ્વારા આ સમગ્ર કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવી હોય. મહેશ લાંગાની પેઢી સાથે સંપર્કમાં આવેલા વચેટીયાઓ દ્વારા સરકાર પાસેથી જીએસટી લેવામાં આવતું હોય. જે 18 ટકા જીએસટીમાં 12 ટકા દલાલોનું કમિશન જ્યારે 6 ટકા પેઢી કે જેના નામના બીલ હોય તેને કમિશન આપવામાં આવતું હતું. આ પ્રકરણમાં હજુ પણ ચોકવનારા ખુલાસા થશે. આ જીએસટી કૌભાંડ રાજકોટ અને ગુજરાત પૂરતુ સિમત નહીં હોય રાજસ્થાન, છતીસગઢ સહિતના રાજ્યમાં પણ તેના છેડા હોવાની શંકા સેવાઇ રહી છે. આર્થિક ગુના નિવારણ સેલ સાથે જીએસટીના અધિકારીઓ પણ આ મામલે તપાસમાં જોડાયા છે.