Site icon Gujarat Mirror

કાગવડમાં માતાજીના સાનિધ્યમાં 21 દીકરીના સમૂહ લગ્ન

ગોંડલના વ્રજ ગ્રૂપ દ્વારા સતત બીજા વર્ષે સફળ આયોજન: મહાનુભાવોએ આશીર્વચન પાઠવ્યા

સતત બીજા વર્ષે ગોંડલના વ્રજ ગ્રુપ દ્વારા કાગવડમાં ખોડિયારના સાનિધ્યમાં સર્વ સમાજની 21 દીકરીઓના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારની દીકરીઓ આ સમહુ લગ્નમાં પ્રભુતામાં પગલાં પડ્યા હતા આ સમૂહ લગ્ન સમારોહમાં સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, રાજકારણીઓ, આગેવાનો, સાંસદો, ધારાસભ્યો અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીઓ, જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા.


લગ્નના વિશાળ ગ્રાઉન્ડમાં મંડપ, ઉતારા, સ્ટેજ, પાર્કિંગ, હોસ્પિટલ, સહિતની સુવિધાઓ કરવામાં આવી હતી જેમાં સાવલિયા અને વેકરિયા પરિવાર દ્વારા આ દીકરીઓના લગ્ન અને કરિયાવર સહિતની જવાબદારીઓ ઉઠાવવામાં આવી હતી. ગ્રાઉન્ડમાં ખોડિયાર માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું જેમાં માતાજીની આરતી કર્યા બાદ સમૂહ લગ્નની વિધિ કરવામાં આવી હતી. 21 દીકરીઓ એક સાથે સ્ટેજથી મંડપ સુધી પોતાના ભાઈઓ સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી ત્યાર બાદ 21 દીકરીઓને વ્રજ ગ્રુપ તરફથી ક્ધયાદાન અપાયું લગ્ન પૂર્ણ થયા બાદ 21 યુગલોને માતાજીના મંદિરે દર્શન કરાવ્યા અને ખોડલધામનો ખેસ અને માતાજીનો ફોટો આપી સન્માનિત કર્યા હતા. નોધનીય છે કે, વ્રજ ગ્રુપના ધવલભાઈ સાવલિયાએ કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે દર મહિનાની 16 તારીખે પોતાની દીકરી વાન્યા નામની આજીવન ધ્વજા લખાવી છે.

જ્યારે તેમની બીજી દીકરી માન્યાના નામનું દર મહિનાની 26 તારીખે વિરપુર વૃદ્ધાશ્રમના વૃધ્ધોને સાંજે જમાડે છે. ધવલભાઈને માતાજીના સાનિષ્યમાં દીકરીઓના સમૂહ લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો. કારણ કે માતાજીના સાનિધ્યમાં દીકરીઓને સાસરે વળાવી એ એક આશીર્વાદ રૂૂપ છે. કરિયાવરમાં 111 થી વધુ વસ્તુઓ આપવામાં આવી હતી.


લગ્નના મુખ્ય આયોજકો સ્વ. અરજણભાઈ જેઠાભાઈ વેકરિયા, સ્વ. મોતીબેન અરજણભાઈ વેકરિયા, સ્વ, પોપટભાઈ અરજણભાઈ વેકરિયા, સ્વ. વાલીબેન પોપટભાઈ વેકરિયા, પ્રવીણભાઈ પોપટભાઈ વેકરિયા (પી.પી.), રમાબેન પ્રવીણભાઈ વેકરિયા, રેનીશ પ્રવીણભાઈ વેકરીયા, ધારાબેન રેનીશભાઈ વેકરિયા, જિયાંશ રેનીશભાઈ વેકરીયા, યુવરાજ રેનીશભાઈ વેકરીયા, સ્વ. નારણભાઈ ભુટાભાઈ સાવલિયા, સ્વ. સમજુબેન નારણભાઈ સાવલિયા, બિપીનભાઈ નારણભાઈ સાવલિયા, ભાવનાબેન બીપીનભાઈ સાવલિયા, ધવલભાઈ બીપીનભાઈ સાવલિયા, ધર્મિષ્ઠાબેન ધવલભાઈ સાવલિયા, વિશાલભાઈ બીપીનભાઈ સાવલિયા, સોનલબેન વિશાલભાઈ સાવલિયા, માન્યા ધવલભાઈ સાવલિયા, જિયાન વિશાલભાઈ સાવલિયા, હિરલબેન હેરતકુમાર ઠૂંમર, વાન્ય ધવલભાઈ સાવલિયા, જેવીન વિશાલભાઈ સાવલિયા સહિતના છે.

Exit mobile version