Site icon Gujarat Mirror

સુરેન્દ્રનગરની સબજેલમાં જૂથ અથડામણ, ચાર કેદી ઘવાયા

125ની કેપેસીટી સામે 250થી વધુ કેદીઓ રાખવામાં આવ્યા છે

ઝાલાવાડના મુખ્ય મથક સુરેન્દ્રનગરની સબજેલમાં મોડી રાત્રે કેદીઓ વચ્ચે હિંસક મારામારીની ઘટના સામે આવી છે. જેલની બેરેકમાં સામાન્ય બાબતે શરૂૂ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા કેદીઓ સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં ચાર કેદીઓને શરીરે ઇજાઓ પહોંચતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે જેલની બેરેકમાં રહેલા કેદીઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.

જેલ ગાર્ડ અને સત્તાધીશો સ્થળ પર પહોંચી મામલો થાળે પાડે તે પહેલા ચાર કેદીઓ લોહીલુહાણ થયા હતા. જેલ પ્રશાસન દ્વારા તાત્કાલિક તમામ ઇજાગ્રસ્તોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર સુરેન્દ્રનગર સબજેલની સુરક્ષા અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. આ જેલની વાસ્તવિક ક્ષમતા માત્ર 125 કેદીઓની છે, પરંતુ તેની સામે હાલમાં 250 થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે.

Exit mobile version