ગુજરાત
હાપા યાર્ડમાં મગફળીની આવક 8 દિવસ માટે બંધ: યાર્ડ ચિક્કાર ભરાયું
ખેડૂતોને ધીરજ રાખવા અને નવી જાહેરાતની રાહ જોવા અપીલ કરાઈ, અંદાજે 80,000 મગફળીની ગુણી ઉતરાઈ
યાર્ડમાં હરાજીની પ્રક્રિયાઓ શરૂ થતાં મગફળીની ગુણી નો 800 રૂપિયાથી 2,250 રૂપિયાનો ભાવ બોલાયો
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં જોરદાર વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં યાર્ડમાં મગફળી ભરેલા 900થી વધુ વાહનો આવ્યા હતા. આ અગાઉ ક્યારેય નોંધાયેલી ન હોય તેવી આ મોટી માત્રામાં આવકને કારણે યાર્ડ ચીક્કાર ભરાઈ ગયું છે. યાર્ડમા 80 હજાર ગુણી મગફળીના થપ્પા લાગ્યા, તેથી હાલમાં યાર્ડમાં જગ્યાની અછત સર્જાઈ છે, જેના કારણે નવી મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી 8 દિવસ સુધી યાર્ડમાં મગફળીની આવક બંધ રહેશે. આ દરમિયાન યાર્ડમાં પહેલેથી જ આવેલી મગફળીની હરાજી કરવામાં આવશે અને યાર્ડ ખાલી કરવાના પ્રયાસો કરવામાં આવશે.
ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, આ દરમિયાન તેઓ પોતાની મગફળી યાર્ડમાં ન લાવે. આ અચાનક બંધ થયેલી આવકને કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેમણે પોતાની મગફળી વેચવા માટે રાત દિવસ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું, તેમ છતા પરત જવું પડ્યું હતુ અને હવે આવક બંધ થઈ જતાં તેમને મુશ્કેલી પડી રહી છે. માર્કેટિંગ યાર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, યાર્ડમાં જગ્યા ખાલી થયા બાદ ફરીથી મગફળીની આવક શરૂૂ કરવામાં આવશે. ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ ધીરજ રાખે અને નવી જાહેરાતની રાહ જુએ.
મગફળી ઉતારવાનું શરૂ, રેકોર્ડબ્રેક 900 વાહનો આવ્યા
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં તા 10ની રાતે 10.00 વાગ્યા થી ગઈકાલે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી મગફળીની ગુણી ઉતારવાનું કામ શરૂૂ કરાયું છે, અને રેકોર્ડબ્રેક 900 થી વધુ વાહનોમાં ખેડૂતો પોતાનો મગફળીનો જથ્થો લાવ્યા હતા, જે તમામને ટોકન અપાયા હતા, અને સવારે પાંચ વાગ્યા સુધીમાં તમામ વાહનો માંથી મગફળી ઉતારી લેવાઇ છે, અને અંદાજે 80,000 મગફળીની ગુણી ઉતારી લેવાઇ છે. આજે હરાજીની પ્રક્રિયા શરૂૂ થઈ હતી, જે દરમિયાન મગફળીની ગુણી ના 800 રૂૂપિયાથી 2,250 રૂૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો.જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ માં રાત્રિના 10 થી સવારે 5 સુધી મગફળી ની આવક ખોલવામાં આવી હતી, અને સવારે 6 વાગ્યા સુધી આવેલ વાહનોને ટોકન આપવામાં આવ્યા હતા. ત્યારપછી આવક બંધ કરવામાં આવી છે. જે દરમિયાન રેકોર્ડબ્રેક 900 મગફળી ના વાહનો ને ટોકન આપવામાં આવ્યા હતા, જે પૈકી 650 વાહન ની ઉતરાઈ થઈ ચૂકી છે, અને બાકી ની ચાલુ છે. અંદાજિત 75000 થી 80000 ગુણી ની આવક ની સંભાવના છે. યાર્ડ માં જગ્યા હશે ત્યાર સુધી મગફળી ઉતારવામાં આવશે. આજે હરરાજી માં મગફળી ના ભાવ 900 થી 2250 નોધાયો છે, જે હરરાજી હજુ ચાલુ રખાઈ છે.