દાદા બન્યા બાબા… બાળકો સાથે ધિંગામસ્તી

બાળકોની સાથે બાળક બની જવાનો અનુભવ ખરેખર અદભુત હોય છે.. ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે પોતાના વિસ્તારની આંગણવાડીઓના…

બાળકોની સાથે બાળક બની જવાનો અનુભવ ખરેખર અદભુત હોય છે.. ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે પોતાના વિસ્તારની આંગણવાડીઓના બાળકો માટે ખુબ સુંદર અને સંવેદનાપૂર્ણ પહેલ શરૂૂ કરી છે- રમશે બાળક, ખીલશે બાળક. આ પહેલ અંતર્ગત, આંગણવાડીઓના બાળકોને રમકડાઓનું વિતરણ તેમજ તેમની સાથે મનોરંજન પ્રવાસ કરવામાં આવે છે. આવા જ એક મનોરંજન પ્રવાસ અંતર્ગત બાળકોની સાથે અમદાવાદમાં ફનબ્લાસ્ટની મુલાકાત કરી. બાળકોની સાથે રમવામાં અને મજાની વાતો કરવામાં સમય તો જાણે ક્યાં વીતી ગયો તેનો જ ખ્યાલ ન આવ્યો.