જસદણના ગઢડિયામાં પુત્રવધૂ અને પૌત્રી ઉપર દાદાનો કોસ વડે હુમલો

જસદણના ગઢડીયા ગામે ઘઉંની ગુણી સાફ કરતી વખતે રજ ઉડવા મુદ્દે સસરાએ પુત્રવધુને માર માર્યો હતો. જનેતાને છોડાવવા વચ્ચે પડેલી 14 વર્ષની સગીરાને દાદાએ કોસનો…

જસદણના ગઢડીયા ગામે ઘઉંની ગુણી સાફ કરતી વખતે રજ ઉડવા મુદ્દે સસરાએ પુત્રવધુને માર માર્યો હતો. જનેતાને છોડાવવા વચ્ચે પડેલી 14 વર્ષની સગીરાને દાદાએ કોસનો ઘા ઝીંકી દીધો હતો. સગીરાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના ગઢડીયા ગામે રહેતી રેખાબેન સવજીભાઇ પરમાર (ઉ.વ.34) અને તેની પુત્રી દક્ષાબેન સવજીભાઇ પરમાર નામની 14 વર્ષની સગીરા સાંજના સાતેક વાગ્યાના અરસામા પોતાના ઘર પાસે હતી ત્યારે દાદા ધીરુભાઇ પરમારે ઝઘડો કરી પૌત્રી દક્ષાબેન પરમારને કોસ વડે માર માર્યો હતો. સગીરને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં દક્ષાબેનની માતા રેખાબેન (ઉ.વ.34) સાથે સસરા ધીરુભાઇ પરમારે ઘઉંની રજ ઉડવા મુદ્દે ઝઘડો કરી માર માર્યો હતો. જે દરમિયાન માતાનેે છોડાવવા વચ્ચે પડેલી દક્ષાબેને પરમારને દાદાએ કોસ વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આ બનાવ અંગે જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.