Site icon Gujarat Mirror

અન્ડર-19 વર્લ્ડ કપના ક્રિકેટ કુમારોનું ભવ્ય સ્વાગત

અંડર-19 વર્લ્ડકપમાં વિજય મેળવીને દેશનું નામ રોશન કરનાર ગુજરાતના બે તેજસ્વી ખેલાડીઓ વેદાંત ત્રિવેદી અને ખિલન પટેલ, આજે મોડી રાતે મુંબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતાં બંને વિજેતાનું તેમના પરિવારજનો અને રમતપ્રેમીઓ દ્વારા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમગ્ર એરપોર્ટ પરિસર વેદાંત ત્રિવેદી અને ખિલન પટેલના નામના ગુંજારવથી ગાજી ઉઠ્યું હતું અને પરિવારની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા હતાં. બંને ખેલાડીઓ ઝિમ્બાબ્વેથી મુંબઈ અને ત્યાંથી અમદાવાદ આવ્યા છે.

દરમિયાન ખિલન પટેલના વતન મોડાસામાં પણ તેમના સન્માનમાં સવારે 9 વાગ્યે ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાગત યાત્રા મોડાસાના અઙખઈ સર્કલથી શરૂૂ થઈને શ્રી ઉમિયા માતાજી મંદિર સુધી ડીજે સાથે વરઘોડા સ્વરૂૂપે હતું.

Exit mobile version