ગુજરાત
વડતાલધામમાં કાલથી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ
વડતાલમાં સ્વામિનારાયણ મંદિરમાં કાલે તા.7થી 15 નવેમ્બર સુધી દબદબાભેર લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે. આ સમગ્ર કાર્યક્રમ, મહોત્સવની વિગતો આપવા આજે શાસ્ત્રી સૃતિપ્રકાશદાસજી સ્વામી (રાજકોટ ગુરુકુળ), શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી (મહંત-ભૂપેન્દ્ર રોડ, રાજકોટ), ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી, માખાવડ દૂધમંડળીના પ્રમુખ રાજુભાઇ વેકરિયા તથા તાલુકા પંચાયત સદસ્ય ઉમેશભાઇ દેસાઇ ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા.
કાલે બે કીમી પોથીયાત્રામાં લાખો હરિભક્તો જોડાશે: નિત્યસ્વરૂપદાસજી સ્વામી અને જ્ઞાનજીવનદાસજી સ્વામીના મુખેથી વહેશે જ્ઞાનગંગા
“આચાર્ય રાકેશપ્રસાદજીના સાનિધ્યમાં તા.7 થી 15 નવેમ્બર અનેક ધાર્મિક કાર્યક્રમો”
શ્રી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર તેમજ ટેમ્પલ બોર્ડ વતી મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી તેમજ તેમના વતી ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીની સંયુક્ત યાદીમાં જણાવ્યુ હતુ કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલમાં કરેલ અનેક લીલાના સાક્ષી એવા પુનિત પ્રાસાદિક સ્થાનો જેમ કે ગોમતીજી, જ્ઞાનબાગ, ઘેલા હનુમાનજી, વડેઉ.માતા મંદિર, જોબનપગીની મેડી અને અક્ષર ભુવન આજે પણ સત્સંગીજનો માટે અનંત આસ્થાઓનું અવલંબન થઈ શ્રીહરિની સ્મૃતિઓ સંઘરીને બેઠા છે. છેલ્લાં 200 વર્ષની જીવંત અને સતત પ્રગતિશીલ યાત્રા દ્વારા આધ્યાત્મિક, ધાર્મિક, સામાજિક અને ભૌતિક ક્ષેત્રે વિકસતું આ વડતાલધામ માત્ર સત્સંગી ભક્તો પુરતું સીમિત ન રહેતા જીવમાત્રના આલોકને પરલોકના શ્રેય-પ્રેય માટે સતત ધબકતું અને પ્રેરક રહ્યું છે.
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ. ક્ષણેક્ષણ અંતરમાં આનંદની લાગણીઓ અને પૂર્ણ પ્રાપ્તિની ખુમારી લઈને શ્રીહરિનાં દર્શને આવતા સત્સંગીઓનાં આ હર્ષને વધાવવા માટે 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા વડતાલ ગાદીના સદગુરૂ તપસ્વી તમામ પૂ.સંતોના મંગલ શુભાશિષથી તા. 2 નવેમ્બરએ મંદિર સંકુલમાં યોજાયેલ 5001 વાનગીઓના વિશ્વવિક્રમરૂૂપ મહાઅન્નકૂટનો સેકડો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે હવે દ્વિશતાબ્દી મહોત્સવ આડે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે તે અંતર્ગત દેશ-વિદેશના હરિભક્તોનો પ્રચંડ પ્રવાહ વડતાલધામ તરફ શરૂૂ થયો છે અને લાખો ભાવિકોની હાજરીની ગણતરી ધ્યાને લઈને સ્થળ પર સંતો અને હરીભક્તો સઘળી તૈયારી કરી રહયા છે.
શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા સંવત્ – 2081ના કારતક સુદ – 6 થી કારતક સુદ – 15 ને તા. 7 નવેમ્બર – 2024 ગુરૂૂવાર થી તા. 15 નવેમ્બર – 2024 શુક્રવાર સુધી ચાલનાર આ દિવ્યાતીત મહોત્સવને રંગ આપવા સંપ્રદાયના ખૂબ જ વિદ્વાન અને હરિભક્તોને કથા-વાર્તા-કિર્તનના રંગે રંગાવ્યા છે એવા સંપ્રદાયના બે મૂળધન્ય સંતો કથાનો લાભ આપશે જેમા આદિવ્ય ભવ્ય પ્રસંગે આર્ષદ્રષ્ટા શતાનંદ મુનિ વિરચિત શ્રીમદ્ સત્સંગિજીવન અંતર્ગત વડતાલધામ માહાત્મ્યની કથા ધરસભાના પ્રણેતા, હજારો યુવાનોને સંપ્રદાય પ્રતી સમર્પીત બનાવનાર સદગુરૂૂ નિત્યસ્વરૂૂપદાસજી સ્વામી તથા શ્રીજી પ્રસાદી માહાત્મ્યની કથા એ.આઇ. ના સંશોધન પહેલા 3ડી એનીમેશન પર શ્રીજી મહારાજે કરેલી લીલાઓ હરીભક્તો સુધી પહોંચાડનાર પ્રભુપ્રેમી સદગુરૂૂ જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળ) વ્યાસાસને બિરાજી કથામૃતનું રસપાન કરાવશે તદઉપરાંત અનેક વિદ્વાન સંતો દ્વારા વ્યાખ્યાનમાળા તેમજ આશીર્વચન મળશે.
2500થી વધુ ઉતારાનું ટેન્ટસિટી
કચ્છ રણોત્સવની જેમ જ 200 વિઘા જમીન પર 3851000 સ્કેવર ફૂટ જમીન પર મહોત્સવમા આવતા દેશ-વિદેશના દર્શનાર્થીઓને રહેવા માટે વિશાળ ટેન્ટ સિટી બનાવ્યુ છે જેમા એ.સી. સહીત આધુનીક સુવિધાઓથી સજ્જ અટેચ બાથરૂૂમ સાથેના 2500 ટેન્ટ બનાવ્યા છે જેમા ટેન્ટ દિઠ 6 જણા રહી શકશે તે માટે 6 બેડ, બિલેન્કેટ, ઓશીકા રહેશે જેની સાફ-સફાઈ મેઇન્ટેનન્સ અર્થે 10 હજારથી વઘુ સ્વયં સેવકો ખડેપગે રહેશે પાર્કીંગ માટે 6000 ફોર વહીલ, 4000 બાઇક અને 200 બસોનુ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
17 ડોમની વિશાળ ભોજનશાળા
છેલ્લા 4 માસના અથાક પરિશ્રમથી તૈયારીના અંતે 62 હજાર 500 ચો.ફૂટ જમીન પર 24 કલાક ચાલુ રહેનાર ભવ્ય ભોજનશાળામા હરિભક્તોની સુવિઘામા તકલીફ ના પડે તે માટે કુલ 17 જેટલા અલગ- અલગ ડોમ બનાવવામાં આવેલ છે જેમાં યજમાન, મહેમાન તથા અન્ય ભક્તોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે જેમા એક સાથે 1 લાખ હરિભક્તો સાથે બેસી જમી શકશે તેમજ 3200 ઉપરાંત સ્વયં સેવકો મહેમાનોની સવગડતા સાચવવા ખડેપગે રહેશે, 500 ઉપરાંત રસોઈયા રસોઈ બનાવવા માટે રહેશે.