ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે વર્ગ 1-2ની પરિક્ષાને સંબંધિત મહત્ત્વની માહિતી આપી છે.
હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જીપીએસસી વર્ગ 1-2ની ભરતી અને પરિક્ષાને લઈને જણાવ્યું હતું કે, વર્ગ 1-2 ભરતીની જાહેરાત આવનારા પખવાડિયામાં આપી શકીશું તેવી આશા છે. જાહેરાતમાં વહેલું મોડું થઈ શકે પરંતુ પરિક્ષા મધ્ય એપ્રિલમાં લેવામાં આવશે. જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરિક્ષામાં ભાગ લઈ શકે.
યુપીએસસીની પરિક્ષા આપતા ઉમેદવારોને સરળતા રહે તેને લઈને હસમુખ પટેલે જણાવ્યું હતું કે, પવર્ગ 1-2 ની પરિક્ષાનું સમયપત્રક યુપીએસસી સિવિલ સર્વિસ પરિક્ષાની સાથે મેચ કરવાનો પ્રયત્ન છે. વર્ગ 1-2ની પ્રાથમિક પરિક્ષા યુપીએસસીની પ્રાથમિક પહેલા અને મુખ્ય પરિક્ષા યુપીએસસીની મુખ્ય પરિક્ષા પછી લેવાનું આયોજન છે જીપીએસસી વર્ગ 1-2 પરિક્ષા આપતા વિદ્યાર્થીઓ યુપીએસસી આપવાને લાયક જ છે તે ન ભૂલે અને બંને પરિક્ષાઓ આપે.
વધુમાં હસમુખ પટેલે કહ્યું હતું કે, પગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરિક્ષા આપવા સક્ષમ છે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ આ પરિક્ષા આપતા નથી કારણ કે તેઓ એ માન્યતા ધરાવતા નથી કે તેઓ સક્ષમ છે. પોતાની સક્ષમતા ઉપર ભરોસો રાખી આ પરિક્ષા પુષ્કળ મહેનત કરીને આપે તેવી મારી સૌને વિનંતી.

