Site icon Gujarat Mirror

IPS અધિકારીઓની આંતરિક લડાઈમાં સરકારની બદનામી

 

સીઆઈડી ક્રાઈમમાં થયેલી એક અરજી પાછળ આખું મહાભારત ઉભું થયું

લંડનથી પરત આવેલા ગૃહ મંત્રીએ સિનિયર ઈંઙજના ક્લાસ લીધા, ટૂંક સમયમાં જ આકરી કાર્યવાહીના નિર્દેશ, સમગ્ર વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચ્યો

CID ક્રાઈમના EOW (આર્થિક ગુન્હા નિવારણ)માં જખઈની તપાસ મામલે વિદેશ પ્રવાસથી પરત ફરેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ગુજરાત પોલીસના સિનિયર IPS અધિકારીઓને તેડુ આવ્યું હતું. જેમાં ગુજરાત પોલીસના DGP વિકાસ સહાય, ADGP રાજકુમાર પાંડિયન અને જખઈના વડા નિર્લિપ્ત રાયની ગૃહમંત્રી સાથે બેઠક યોજાઈ હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અને આઈપીએસ અધિકારી વચ્ચે ચાલતા ગજગ્રાહ બાબતે ઠપકો પણ આપ્યો હતો. આઈપીએસની આંતરિક લડાઈમાં સરકારની બદનામી થતાં મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.

મળતી માહિતી મુજબ ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા તમામ સિનિયર IPS અધિકારીઓનો ક્લાસ લેવામાં આવ્યો હતો. જેમાં તેમને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે અંગત દુશ્મનીને ગેરશિસ્ત માનવામાં આવશે અને જરુર પડશે તો અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે તે હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિદેશ પ્રવાસે હતા ત્યારે જખઈ દ્વારા CID ક્રાઇમની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈઈંઉના કેટલાક અધિકારીઓ દ્વારા ફરિયાદો અને અરજીઓ દબાવી રાખવી, સમયસીમામાં નિકાલ ના કરવો અને તોડબાજી જેવા આક્ષેપોના પગલે આ દરોડા પાડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા CID ક્રાઇમની બ્રાન્ચમાં દરોડાએ પોલીસને જ કઠેરામાં લાવીને ઉભી કરી દીધી છે.

આ મુદ્દે એસએમસીએ એસપી હિમાંશુ વર્મા અને પરિક્ષિતા રાઠોડ ની પૂછપરછ પણ કરી ને એક પીએસઆઇ સિસોદિયા ને સસ્પેન્ડ પણ કરી દીધા. પણ ચાર થી પાંચ દિવસ ચાલેલા આ સમગ્ર ઘટનાક્રમ ના પડઘા હવે બહુ લાંબા પડશે તેમ જણાઇ રહ્યુ છે.

આ ઘટના ક્રમ મા જે એક અરજી પાછળ આખી આ રામાયણ થઇ છે એ અરજી વડોદરાના વેપારી શિવલાલ ગોયેલ નામના ઉદ્યોગપતિની હોવાનુ કહેવાય છે ..શિવલાલ ગોયલ, કૈલાશ ગોયલ,સુરેન્દ્ર ગોયલ અને જયપ્રકાશ ગોયલ આ ચાર ડીરેકટરો ની કંપની સાથે કેન્યા મા રુપિયા 17 કરોડનુ ચિટીંગ થયુ હતુ. જે મુદ્દે સીઆઇડી ક્રાઇમ મા દાદ માંગતી અરજી કરવામા આવી હતી અને આ અરજી છેલ્લા બે વર્ષ થી પેન્ડીંગ હતી અને પરિક્ષિતા રાઠોડ જયારે રજા પર ગયેલા ત્યારે ઇન્ચાર્જ વડા તરીકે અજય ચૌધરી ના સમયમા આ અરજી ઉપર એફઆઇઆર દાખલ થઇ હતી. એ મેઇલ દશભશિંળ દ્વારા ડીજીપીને કરાયેલો છે.

જેમાં દસ મુદ્દા લખાયા છે , સાથે એ પણ સ્પષ્ટ કરાયુ છે કે બે વર્ષ થી પેન્ડીંગ અરજી પર એફઆઇઆર દાખલ કરવા માટે પીએસઆઇ સિસોદિયા એ કયાં – કેટલા વાગે કોના હાથે પૈસા સ્વીકાર્યા હતાં.

મેઇલ અનુસાર એફઆઇઆર દાખલ કરવા માટે કુલ રુપિયા 25 લાખ નક્કી કરાયા હતા. એફઆઇઆર દાખલ થયા પહેલા 12.5 લાખ અને એફઆઇઆર દાખલ થયા પછી 12.5 લાખ એમ મળીને કુલ 25 લાખ ની ડીમાન્ડ કરવામા આવી હતી .. રાજ્ય માટે – સૌથી શરનજનક વાત એ છે કે – સીઆઇડી ક્રાઇમ કે જે રા્જય ની સૌથી મોટી તપાસ એજન્સીઓ મા ની એક છે , ત્યાં યોગ્ય તપાસને ન્યાય મેળવવા માટે પણ રુપિયા આપવા પડે છે.
એફઆઇઆર દાખલ કરવા માટે પહેલા પૈસા લેવાયા ને દાખલ થયા બાદ એજ રાત્રે પૈસા પરત કેમ કરાયા ? એવુ તો કયુ દબાણ આવ્યુ ? અને પીએસઆઇ સિસોદિયા એ એકલા એજ – એ પૈસા લીધા હતા કે પછી એનો વહીવટ છેક ઉપર સુધી થયો હતો ?! સામાન્યતહ પીએસઆઇ એ દાખલ કરવાની થતી એફઆઇઆર માટે ફાઇલ છેક વિભાગના વડા પરિક્ષિતા રાઠોડ સુધી સાઇન માટે આવે પરંતુ , પરિક્ષિતા રાઠોડ રજા પર હોવાથી એ સમયે ઇન્ચાર્જ વડા અજય ચૌધરી હતાં.

આ એફઆઇઆર દાખલ કરવા માટે એસપી હિમાંશુ વર્માની ઉપર ડીઆઇજી ચૈતન્ય માંડલિક ની સાઇન પણ જોઇયે – જે લેવાઇ નહોતી .. સમગ્ર ઘટનાની જાણ ડીજીપીને મેઇલ દ્વારા થઇને એટલે જ તેઓએ તાત્કાલિક તપાસ એસએમસીને સોંપી.

માની લો કે ઇન્ચાર્જ વડા તરીકે પરિક્ષિતા રાઠોડ ની કામગીરી પર સવાલ હતા ને એમની તપાસ કરવાનુ જરુરી જણાતુ હતુ તો સિનિયર અધિકારી સામે તપાસ માટે સિનિયર ઓફિસર હોવા જોઇતા હતા .. નિર્લિપ્ત રાય જેવા જુનિયર ને તપાસ કેમ સોપાઇ ? ઘટના ની બીજી બાજુ પરિક્ષિતા રાઠોડ અને તેમની આખી ટીમ તેમના પક્ષ ની રજૂઆત માટે સીએમઓ સુધી પહોંચ્યા છે.

ત્યા તેઓએ રજૂઆત કરી છે કે તેમના વિભાગમા – વિભાગ બહારના કેટલાક અન્ય લોકો પણ દખલ કરી રહ્યા છે જે યોગ્ય નથી. આ દખલ માટે તેઓએ ડીજીપી ભવન નાંજ એક એસપી તેમજ એડીજીપી ના નામો નો ઉલ્લેખ સીએમઓમાં કર્યો છે તેમજ સીઆઇડી ક્રાઇમ ની ટીમ વતી પરિક્ષિતા રાઠોડે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સાથે પણ આ મુદ્દે ટેલિફોનિક વાતચીત કરી છે ને લંડન થી પરત ફરેલા ગૃહ પ્રધાન નો મળવા માટે સમય પણ માંગ્યો છે. સીઆઇડી ક્રાઇમ ની આ તપાસ ના દોરી સંચાર મા ડીજીપી ભવન નાંજ એક એસપી કક્ષા ના આઇપીએસ અને એક એડીજીપી નુ નામ પણ ચર્ચાઇ રહ્યુ છે. આ ઘટનાએ આઈપીએસ- શાત વચ્ચે ની ઉગ્ર આંતરિક લડાઇ છતી કરી છે સાથે સાથે ડીજીપી ના અધિકારીઓ પ્રત્યેના વલણ ની પણ ચર્ચા શરુ કરી છે .. જેના ખુલાસા નજીક ના સમય મા તેઓએ ઉચ્ચ સ્તરે કરવા પડે તોય નવાઇ નહી.

 

સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી
આઈપીએસ અધિકારીઓના વિવાદમાં સરકારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થયાનું પણ કહેવાય છે. ગાંધીનગરમાં થતી ચર્ચા મુજબ અમુક અધિકારીઓએ અનેક વખતે સરકારને સીધી કે, આડકતરી રીતે મદદ કરી હોવાથી સરકાર આવા અધિકારીઓને કાંઈ કહી શકે તેમ નથી, જેના કારણે અમુક અધિકારીઓનું વર્તન અને કેટલીક ગતિવિધિઓ ‘ક્ધટ્રોલ બહાર’નું છે. આવા અધિકારીઓ અન્ય અધિકારીઓને નીચા દેખાડવા પણ સતત પ્રયાસો કરતા જણાય છે. એક બીજાના વિભાગમાં પણ ચંચુપાત કરી રહ્યા છે. જોકે, આ બાબતે અવાર નવાર સરકારમાં ફરિયાદો પણ થાય છે પરંતુ સરકાર વહાલા અને કામના અધિકારીઓને નારાજ કરી શકે તેમ નથી. અનેક એવી બાબતો છે જે બહાર આવી નથી અને જો બહાર આવે તો જવાળામુખીનું રૂપ ધારણ કરી શકે તેમ છે તેવું ગાંધીનગરમાં છડેચોક ચર્ચાય છે. અધિકારીઓની લડાઈથી માત્ર સરકાર જ પીડિત નથી, અરજદારોની હાલત પણ દયાજનક બની રહે છે.

Exit mobile version