ગુજરાત

સૂચિત જંત્રીદર સામે વાંધા અરજી ઓફલાઇન સ્વીકારવા સરકારની વિચારણા

Published

on

રાજયમાં નવી જંત્રીના અમલને લઈને સરકાર સામે વિવિધ સંગઠનો વિરોધનો સુર વ્યકત કરી રહ્યા છે જેને લઈને મહેસુલ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ બેઠકોનો દોર ચલાવ્યો છે. સરકારે જિલ્લ ા કલેકટરોને એવો આદેશ આપ્યો છે કે સૂચિત જંત્રીના દરના મુદે ઓનલાઇન તેમજ ઓફલાઈન વાંધા સુચનો મેળવવામાં આવે. આવું કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે નવી જંત્રીના અમલ બાદ કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો થવો જોઈએ નહીં તેમજ હિતધારકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે કરવાનું હેતુ છે.


ગુજરાત રાયના મહેસુલ વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ વિવિધ જિલ્લ ા કલેકટરો સાથે બેઠક કરી રહ્યા છે જેમાં સ્ટેમ્પ ડુટી વસુલાત સાથે જોડાયેલા અધિકારીઓને પણ બોલાવવામાં આવી રહ્યા છે આ બેઠકમાંસ્થાનિક અધિકારીઓએ પણ જંત્રી વાંધા માટે આફલાઇન સિસ્ટમની માંગ કરી છે કારણ કે મોટી સંખ્યામાં હિતધારકો તેમના વાંધા ઓનલાઈન સબમિટ કરવામાં અસમર્થ છે. એક કે બે દિવસમાં, રાય સરકાર આફલાઇન વાંધા અને સૂચનોને મંજૂરી આપી શકે છે, અને તેના માટે એક ફોર્મેટ તૈયાર કરવામાં આવશે. જે સમગ્ર રાય માટે એક સરખો રહેશે જેનાથી જ ડેટાનો સંકલન સરળતાથી કરી શકાશે. આ ફોર્મેટમાં સ્થાનિક મામલતદાર કચેરીને જંત્રીની દરખાસ્ત કરી શકાશે.

ઘણા ખેડૂતોએ પહેલાથી જ વિવિધ મામલતદાર કચેરીઓમાં તેમના વાંધાઓ આફલાઇન સબમિટ કરી દીધા છે, અને આ તમામ વાંધાઓને પણ ધ્યાનમાં લેવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version