ગુજરાત
જુવાર, બાજરી અને રાગીમાં રૂા.300 બોનસ આપવા સરકારની જાહેરાત
જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા તથા જળસંપત્તિ પાણીપુર્વઠા વિભાગોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ખેડૂતો પ્રત્યે ઉદારતાપૂર્વક નિર્ણય કરીને બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત કિવન્ટલાદીઠ રૂૂ.300 બોનસ આપવાની જાહેરાત કરી છે. આ ત્રણ જણસ ઉપરાંત ડાંગર અને મકાઈની પણ ટેકાના ભાવે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખરીદી થશે. આ બધી ખરીદી લાભપાંચમથી યાને 6ઠ્ઠી નવેમ્બરથી શરૂૂ થશે અને જે 15મી જાન્યુઆરી-25 સુધી ચાલશે. લઘુતમ ટેકાના ભાવે પોતાનો માલ વેચાણ કરવા માગતા ખેડૂતોએ 31મી ઑક્ટોબર સુધીમાં તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે નાગરિક પુરવઠા વિભાગને કેબિનેટ મંત્રીનો સહાનુભૂતિપૂર્વકનો નિર્ણય તથા ગ્રામપંચાયત કક્ષાએ વીસીઈ મારફત બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન સાથે નોંધણી કરાવવી પડશે.
નોંધણી વખતે ખેડૂતોએ આધારકાર્ડની નકલ, ગામ નમૂના 7,12, 8-અની નકલો અને 12 નંબરના નમૂનામાં વાવણીની એન્ટ્રી ના થઈ હોય તો તલાટીનો સહી સિક્કાવાળો દાખલો રજૂ કરવો પડશે. મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ એવું પણ જણાવ્યું હતું કે, ક્વિન્ટલ દીઠ બોનસ અને ટેકાના ભાવ સાથે બાજરી રૂૂ.2,925માં, જુવાર હાઇબ્રિડ રૂૂ.3,671માં, જુવાર (માલદડી) રૂૂ.3,721માં અને રાગી રૂૂ.4,590માં પ્રતિક્વિન્ટલ ખરીદાશે, જ્યારે ડાંગર કોમન રૂૂ.2,300માં, ડાંગર-એ ગ્રેડ રૂૂ.2,320માં તથા મકાઈ રૂૂ.2,225માં પ્રતિ ક્વિન્ટલ ખરીદાશે.