માલવણ હાઈવે પરથી ચોખાની આડમાં છૂપાવેલા દારૂ-બિયરના જથ્થા સાથે 66.24 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ-વિરમગામ હાઇવે પરથી ચોખાના ભુસાની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. મજેઠી ચેકપોસ્ટ નજીકથી ક્ધટેનરમાંથી 2952 બોટલ દારૂૂ અને 16704 બીયર…

સુરેન્દ્રનગર જિલ્લામાં માલવણ-વિરમગામ હાઇવે પરથી ચોખાના ભુસાની આડમાં છુપાવેલો વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. મજેઠી ચેકપોસ્ટ નજીકથી ક્ધટેનરમાંથી 2952 બોટલ દારૂૂ અને 16704 બીયર મળી હતી. પોલીસે ₹66.24 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક ટ્રક ચાલકની ધરપકડ કરી છે.

પોલીસને ટ્રકમાંથી ₹41.13 લાખની કિંમતનો 2,952 કાચની શીલબંધ દારૂૂની બોટલો અને 16,704 બીયર ટીન મળી આવ્યા હતા. આ ઉપરાંત, ₹25 લાખની કિંમતનો એક ટાટા કંપનીનો ટ્રક, ₹10,000ના બે મોબાઈલ ફોન અને ₹1,500ના 150 ચોખાના ભુસાના કોથળા પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

આ કેસમાં હાફીદખાન તૈયબખાન પઠાણ (રહે. દેવપુરા પરાડીયા, તા. ચૌહટન, જિ. બાડમેર, રાજસ્થાન) નામના ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. દારૂૂ મોકલનાર ઉત્તમ કુમાર, ટ્રકના માલિક, દારૂૂ ભરેલો ટ્રક આપી જનાર અજાણ્યો ઇસમ અને દારૂૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઇસમો સહિત અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (ઈંઙજ) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (ઈંઙજ)ની સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નાબૂદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એન.એ. રાયમાની ટીમે આ કાર્યવાહી કરી હતી.