રાષ્ટ્રીય

આંધ્રપ્રદેશમાં માત્ર 99 રૂપિયામાં મળશે સારી કવોલિટીનો દારૂ, ગાંધી જયંતિએ જ જાહેરાત

Published

on

આંધ્ર પ્રદેશ સરકારે મંગળવારે નવી દારૂૂની નીતિ જાહેર કરી છે, જેના હેઠળ ખાનગી રિટેલરોને પણ હરિયાણા અને અન્ય રાજ્યોની જેમ દારૂૂ વેચવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી રાજ્યને રૂૂ. 5,500 કરોડની આવક થવાની ધારણા છે.


અન્ય રાજ્યો પર આધારિત આબકારી નીતિમાં સંપૂર્ણ ફેરફાર કરતા રાજ્ય સરકારે દારૂૂના છૂટક વેચાણનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે, જેના માટે રાજ્યભરમાં 3,736 છૂટક દુકાનોને સૂચિત કરવામાં આવી છે.રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ નવી પોલિસી 12 ઓક્ટોબર 2024થી લાગુ થશે.આ નીતિની સાથે સરકારનું લક્ષ્ય ઓછી આવકવાળા જૂથને સસ્તો વિકલ્પ આપવાનું છે. આંધ્ર પ્રદેશ સરકારે 99 રૂૂપિયા કે તેનાથી ઓછી કિંમત પર સસ્તો દારૂૂ રજૂ કર્યો છે, જેનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર દારૂૂની માંગને રોકવાનો છે.
મીડિયા અહેવાલો અનુસાર, રાષ્ટ્રીય સપ્લાયર્સને પણ આ કિંમતે તેમની બ્રાન્ડ્સ ઓફર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.


ઊઝએ કંપનીઓ અને વિશ્ર્લેષકોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, નવી લિકર પોલિસી છેલ્લાં પાંચ વર્ષમાં વેચાણમાં થયેલા ઘટાડાને પાછું લાવશે તેવી અપેક્ષા છે.


જે રાજ્યને ટોચના ત્રણ બજારોમાં લઈ જશે. પોલિસીનો સમયગાળો બે વર્ષનો હશે, જે નિયમનકારી વાતાવરણમાં સ્થિરતા અને અનુમાનિતતાને પ્રોત્સાહન આપશે, જે રિટેલરો દ્વારા વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરશે તેવી શક્યતા છે.


છેલ્લા પાંચ વર્ષમાં આંધ્ર પ્રદેશનું દારૂૂ બજાર સતત કિંમતોમાં વધારો અને સ્થાનીક ખેલાડીઓને મહત્વ આપવાને કારણે અડધુ રહી ગયું છે. ભારતના બીયર ઉદ્યોગ એકમે કહ્યું કે તેને રાજ્યમાં હજાર કરોડ રૂૂપિયાના રોકાણમાં નવી આશા છે. દરેક દારૂૂની ભઠ્ઠીનો ખર્ચ 300 કરોડ રૂૂપિયાથી 500 કરોડ રૂૂપિયા વચ્ચે હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version