ગુજરાત

ખેડૂતો માટે ગુડ ન્યુઝ!!! રાજ્ય સરકારે 1419 કરોડનું પેકેજ કર્યું જાહેર, 33 ટકાથી વધુ નુકસાન હશે તેમને મળશે મદદ

Published

on

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડુત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલ નુકશાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગષ્ટ-2024 માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂૂ. 1419.62 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં રૂૂ. 1097.31 કરોડ એસડીઆરએફ હેઠળ અને રાજ્ય બજેટમાંથી સહાય પેટે રૂૂ. 322.33 કરોડ ચૂકવાશે.


મંત્રી પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, ઓગષ્ટ માસમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર એમ ર0 જિલ્લાના મળી કુલ 136 તાલુકાના કુલ 6812 ગામોમાં ભારે વરસાદ વરસતા અસરગ્રસ્ત થયા હતા. આ અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ 1218 જેટલી ટીમોએ આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જેના આધારે આશરે 7 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.

ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફ-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની રૂૂ. 322.33 કરોડની ટોપ અપ સહાય અપાશે. અત્રે નોંધનીય છે કે, ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

ઉદ્યોગપતિઓને લોનમાફી અને ખેડૂતોને લોલીપોપ: કોંગ્રેસ
રાજકોટ સહિત રાજ્યભરમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન પહોંચ્યું છે તેમાં સરકાર દ્વારા કોઈપણ જાતની સહાય ચૂકવવામાં ન આવતા આજે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા કાળીપાટ ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો પાસેથી ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો. જેમાં ઉદ્યોગપતિઓને લોન માફી અને ખેડૂતોને લોલીપોપ એ પ્રકારના સ્લોગન સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

કૃષિ રાહત પેકેજ માટે રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો
(1) ખરીફ 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ રૂૂ. 8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂૂ. 2,500 સહાય મળી કુલ રૂૂ. 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.


(2) વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ રૂૂ. 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂૂ. 5,000 સહાય મળી કુલ રૂૂ. 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.


(3) બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ રૂૂ. 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.


આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂૂ. 3,500 કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂૂ. 3500 ચૂકવવામાં આવશે.
જેમાં એસડીઆરએફ ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજેમાં બિન પિયત પાકો માટે રૂૂ. 475.71 કરોડ, પિયત પાકો માટે રૂૂ. 942.54 કરોડ અને બહુવર્ષાયુ પાકો માટે રૂૂ.1.37 કરોડ મળી કુલ રૂૂ. 1419.62 કરોડ સહાય ચૂકવવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version