Site icon Gujarat Mirror

ગોંડલનો લોકમેળો બન્યો લૂંટમેળો

ગોંડલ સંગ્રામસિંહજી ના ઐતિહાસિક ગ્રાઉન્ડમાં પરંપરાગત યોજાતો જન્માષ્ટમી લોકમેળાનું આયોજન ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અન્ય પાર્ટીને ગ્રાઉન્ડ સોંપી દેતી હોય છે ત્યારે આ વર્ષે પણ રેકોર્ડ બ્રેક આવક પાલીકા તંત્રને થઈ હતી બીજી બાજુ પાલિકા સંચાલિત લોકમેળો લૂંટ મેળો બન્યો હોવાનો આમ આદમી પાર્ટીના મહિલા નેતા નિમીષાબેન ખૂંટએ વિડિયો વાયરલ કરતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી
પરંપરાગત યોજાતો જન્માષ્ટમી લોકમેળામાં મોટીસંખ્યામાં લોકો મનોરંજન માણવા ઉમટી પડતાં હોય છે પરંતુ જઘઙના આકરાં નિયમો ને કારણે રાઈડ્સ સંચાલકોની મુશ્કેલીમા નોંધ પાત્ર વધારો થયો હતો જેમને લઈને ચકડોળ વાળા ચકડોળે ચડયા હતાં સાતમના દિવસે મોડેથી મંજૂરી મળતાં મેળા સંચાલકો અને લોકોમાં આનંદની અનુભૂતિ સાથે હર્ષ છવાઈ જવા પામ્યો હતો.

પરંતુ મેળાનાં નિયમોની સાથે તંત્રએ 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે રૂૂપિયા 30 અને તેના ઉપરનાં લોકો માટે રૂૂપિયા 40 લેવાનાં આદેશો પણ આપ્યા હતાં સ્થાનિક તંત્રની નીષ્ક્રીયતા થી રાઈડસ સંચાલકોએ રીતસરની લૂંટ ચલાવી અને 100 રૂૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હોવાથી લોકોમાં રોષ ભભુકી ઉઠયો હતો જે અંગેની જાણ આમ આદમી પાર્ટીના મહિલા નેતા નિમીષાબેન ખૂંટને થતાં તંત્રને ફોન કરી લોકમેળો લૂંટ મેળો બન્યો હોવાનું જણાવી ટીકીટ બારી ઉપર બોર્ડ મારવા રજૂઆત કરી હતી રજૂઆતને પગલે તંત્રએ તપાસ કરી રાઈડસ્ સંચાલકોને બોર્ડ મારવા સુચનાઓ આપી હતી જે બે કલાક બાદ તંત્રની સુચનાને પણ ગાંઠતા ન હોય તેમ ફરી પાછા રૂૂપિયા 100 નો ચાર્જ વસૂલતા હોવાનું ફરીયાદો મળતાં નિમીષાબેન બે વખત ફેસબુક લાઈવ થઈ લોકોને વધુ ભાવ ન આપવા માહિતગાર કર્યા હતા અને સ્થાનિક તંત્રની નીષ્ક્રીયતા વિડિયો વાયરલ કરી ઉધાડી પાડી હતી

Exit mobile version