Site icon Gujarat Mirror

ગોંડલના યુવાને વ્યાજે લીધેલા 1 લાખને બદલે કાર પડાવી લીધી

રાજકોટ જીલ્લામાં વ્યાજખોરો સામે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ વચ્ચે ગોંડલમાં રહેતા એક ડ્રાઈવરને 1 લાખ રૂૂપિયા વ્યાજે આપી ક્રેટા કાર પડાવી લીધાનો બનાવ આવ્યો છે. ગોંડલ સીટી ’બી’ ડિવિઝન પોલીસ મથકે એક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા યુવકે ચાર શખ્સો સામે ઉંચા વ્યાજે નાણાં આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી તેની ક્રેટા ગાડી પડાવી લેવા અંગે ફરિયાદ નોંધાવી છે.

ગોંડલના શિવમ સોસાયટી વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ તેમજ ચાની કેબીન ચલાવી ગુજરાન ચલાવતા ધર્મેશભાઇ મનસુખભાઇ મકવાણા (ઉ.વ. 33)એ નોંધાવેલી ફરિયાદમાં વશીમ આરબ (રહે. ગોંડલ) ,અનીલ ધ્રાંગા (રહે. ગોંડલ) ,બ્રીજરાજસિંહ ઉર્ફે કાનભાઈ જાડેજા (રહે. રાજકોટ) અને અર્જુનસિંહ ભાવસિંહ જેઠવા (રહે. રાજકોટ)નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું કે નવેમ્બર 2025માં તેમને ધંધા માટે નાણાંની જરૂૂર પડી હતી. આ માટે તેમણે તેમના મિત્ર વશીમ આરબનો સંપર્ક સાધ્યો હતો. વશીમે અનિલ ધ્રાંગા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓએ ફરિયાદીને 10% જેવા ઉંચા વ્યાજે 2 લાખ રૂૂપિયા અપાવવાની લાલચ આપી હતી. આ નાણાં રાજકોટના બ્રીજરાજસિંહ ઉર્ફે કાનભાઈ જાડેજા પાસેથી અપાવવાનું નક્કી થયું હતું.

ગત તા. 05/11/2025 ના રોજ ફરિયાદી જ્યારે રાજકોટ ગયા ત્યારે તેમને 1 લાખ રૂૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. બીજા દિવસે બાકીના નાણાં લેવા બોલાવીને આરોપી બ્રીજરાજસિંહ અને અર્જુનસિંહ જેઠવાએ ફરિયાદીની ક્રેટા ગાડી નંબર જીજે -01-આર.વી-4896 જપ્તીમાં લેવાની માંગ કરી હતી. જ્યારે ફરિયાદીએ વિરોધ કર્યો, ત્યારે આરોપીઓએ “અહીંથી જીવતો નહીં જાય” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી ગાડી પડાવી લીધી હતી અને ગાડી વેચાણનું લખાણ પણ કરાવી લીધું હતું. ફરિયાદીએ સમયાંતરે વ્યાજ અને મુદ્દલ પેટે મોટી રકમ ચૂકવી હોવાનો દાવો કર્યો છે. તેમણે અનીલ ધ્રાંગાને 40,000 રૂૂપિયા, વશીમને 80,000 રૂૂપિયા અને બ્રીજરાજસિંહને ગુગલ-પે દ્વારા 90,000 રૂૂપિયા તેમજ રોકડા 10,000 રૂૂપિયા ચૂકવ્યા હતા. આમ છતાં, આરોપીઓએ એકબીજા ઉપર ખો આપીને ફરિયાદીની ગાડી પરત કરી નહોતી અને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.

પોલીસ કાર્યવાહી કરી હતી. પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 308(5), 351(3), 54 અને ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ ની કલમ 5, 40, 42 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

Exit mobile version