ગુજરાત

ગોંડલ સંપ્રદાયના પૂ. સોનલજી મહાસતીજી કાળધર્મ પામ્યા

Published

on

કામાગલી જૈન સંઘ ઘાટકોપર ખાતેથી પાલખી યાત્રા નીકળી : જૈન સમાજમાં શોકનો માહોલ

ગોંડલ સંપ્રદાયના ધીરગુરુ દેવ તથા શાસનચંદ્રિખા તીર્થ સ્વરૂપ ગુરુણી હીરબાઈ મ.સ. તત્વચિંતક જ્યોતિબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ ભારતીબાઈ મ.સ.ના અંતેવાસી ડો. પૂ. સોનલજી મહાસતીજી 54 વર્ષની વયે 31 વર્ષના દીક્ષા પર્યાય સહિત તા. 31ના રાત્રે 10 કલાકે સમાધિ ભાવેકાળ ધર્મ પામ્યા છે. ભારતીબાઈ મ.સ. રત્ન જ્યોતજી મ.સ. એ નિર્યામણા કરાવી હતી. તા. 31-10ને ગુરુવારે બપોરે 3 કલાકે કામાગલી જૈન સંઘ, ઘાટકોપર (વેસ્ટ) ખાતેથી પાલખી યાત્રા નિકળી હતી. અંજાર નિવાસી હાલ માટુંગા ચંદ્રાબેન ચંદ્રકાંત રવિલાલ દોશઈના પુત્રી સોનલબેને માટુંગા ખાતે તા. 24-10-1993ના 31 વર્ષ પૂર્વે દીક્ષા અંગીકાર કરેલ મહામંત્ર આરોધક જગદીશ મુનિ. મ.સા.એ દિક્ષા મંત્ર અર્પણ કરેલ વડી દીક્ષા રાજાવાડી સંઘ માં થઈ હતી. મુંબઈમાં 16 ચાતુર્માસમાં કામાગલી સંઘનું ચોમાસુ અંતિમ બન્યું હતું. સાધુ અને શ્રાવક ધર્મ વિષયે પી.એચ.ડી. કરેલ. કેન્સરની વ્યાધિમાં સહનશીલતા અને શાંતિ અનુમોદનીય હતી. કામાગલી સંઘ, મુકેશભાઈ કામદાર દોશી, પરિવાર વગેરે વૈયાવચ્ચમાં કાર્યરત હતાં. પરિવાર પૂ. મહાસતીજીની ભાવનાનુસાર મહાવીરની અંતિમ દેશના ઉત્તરાધ્યમન સૂત્રના ભાવો શ્રવણ કરાવવામાં આવ્યા હતાં. કામાગલી સંઘે તા. 3ને રવિવારે સવારે 9:30 કલાકે ગુણાનુવાદ સભાનું આયોજન કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version