Site icon Gujarat Mirror

ગોંડલ પોલીસ એક્શન મોડમાં, 22 ગુનેગારનું લિસ્ટ તૈયાર, ઘરે ઘરે જઈને કરાયું સરપ્રાઈઝ ચેકિંગ

 

રાજ્યના પોલીસવડાના 100 કલાકના અલ્ટીમેટમ બાદ ઠેર ઠેર પોલીસ એક્શન મોડમાં આવી છે. ત્યારે ગોંડલ પોલીસ સતત બીજા દિવસે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગોંડલ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિને લઈને પ્રોબેશનલ IPS ડો.નવીન કુમાર ચક્રવર્તી દ્વારા અસામાજિક તત્વોને લઈને પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી. IPS દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શહેરના ગુંદાળા દરવાજા અંદર રહેણાંક મકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતુ. ગોંડલ તાલુકા પોલીસ માં મુકાયેલા કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા પ્રોબેશન IPS ડો.નવીન કુમાર ચક્રવર્તી, ગોંડલ ડિવિઝન ડિસ્પ કે.જી.ઝાલા તેમજ ગોંડલ સીટી એ ડિવિઝન ઙઈં એ.સી.ડામોર, ઙજઈં વી.બી.જાડેજા, ઙજઈં એસ.આર.પંડ્યા, અને ગોંડલ સિટી બી ડિવિઝન ઙજઈં જે.એલ.ઝાલા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી સઘન ચેકીંગ હાથ ધરાયુ હતું.

શહેર અ ડિવિઝન પોલીસ દ્વારા 22 ગુનેગારનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તે તમામ ગુનેગારના ઘરે ઘરે જઈને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ છે કે કેમ તેને લઈને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

Exit mobile version